Home /News /gujarat /

બનાસકાંઠાઃ અસ્થિર મગજની મહિલાને માર મારી યુવક કારમાં ઉપાડી ગયો અને પછી..

બનાસકાંઠાઃ અસ્થિર મગજની મહિલાને માર મારી યુવક કારમાં ઉપાડી ગયો અને પછી..

સીસીટીવીમાં કેદ થયેલો યુવક

ગુજરાતમાં મહિલાઓ સલામત હોવાના દાવા કરતી સરકાર સામે બનાસકાંઠાનો અસ્થિર મગજની મહિલાનો કિસ્સો આંખ ખોલનારો છે.

    ગુજરાતમાં મહિલાઓ સલામત હોવાના દાવા કરતી સરકાર સામે બનાસકાંઠાનો અસ્થિર મગજની મહિલાનો કિસ્સો આંખ ખોલનારો છે. જૂના ડીસા ગામે ઓટલા પર સૂતેલી અસ્થિર મગજની મહિલાને એક યુવક ઉઠાવી જાય છે અને બનાસકાંઠા પોલીસ ઉંઘતી રહે છે.

    મળતી માહિતી પ્રમાણે ગામમાં આવેલા વિપુલ પશુ આહાર કેન્દ્રના ઓટલા પર એક અસ્થિર મગજની મહિલા સૂઈ રહેતી હતી. મહિલાના અસ્થિર મગજનો લાભ ઉઠાવી એક કાર ડ્રાઈવર યુવક ત્યાં આવી અને મહિલા સામે અશ્લિલ હરકતો કરે છે. જ્યારે મહિલા તેનો પ્રતિકાર કરે છે તો તે મહિલાને ત્યાંથી ઉઠાવીને લઈ જવાનો પ્રયાસ કરે છે. યુવક દુષ્કર્મના ઈરાદે આવ્યો હોય તેવુ સ્પષ્ટ જોઈ શકાય છે. તે મહિલાને ઓટલા ઉપરથી ઉઠાડી ખેંચીને લઈ જવાનો પ્રયાસ કરે છે.

    જ્યારે મહિલા તેની સાથે જવાનો વિરોધ કરે છે ત્યારે તે મહિલાને બે લાફા પણ મારી દે છે. તો બાજુમાં બેઠેલા શ્વાન જ્યારે યુવકને ભસવા લાગે છે. તો તે શ્વાનને પણ ઉંચકીને નીચે ફેંકી દે છે. મહિલાને તેની કારમાં લઈને જતો રહે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

    છતા આ ઘટના અંગે પોલીસને કોઈ જાણ કરાઈ નથી. તો એવી પણ આશંકા સેવાઈ છે કે મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હશે. તો મહિલા સલામતીના મોટા મોટા બણગા ફૂંકતી સરકાર સામે આ ઘટના તમાચા સમાન છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Banaskantha, Deesa, Woman kidnapped, સીસીટીવી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन