ગાંધીનગર: રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાય રહ્યો છે. ત્યારે બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોનું ADR દ્વારા વિશ્લેશણ કરવામાં આવ્યું. જેમાં કેટલા ઉમેદવારો ક્રિમિનલ કેસીસ ધરાવે છે તેની વિગતો આપી છે. ત્યારે આ વિગત પર નજર કરીએ તો 101 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસીસ છે. એટલે કે 12 ટકા લોકો ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. તો 64 ઉમેદવારો સામે ગંભીર ક્રિમિનલ કેસીસ છે. એટલેકે 8 ટકા ઉમેદવારો ગંભીર ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે.
ભાજપના 86 ઉમેદવારમાંથી 22 ઉમેદવારો ક્રિમિનલ કેસીસ ધરાવે છે. તો કોંગ્રેસના 88 ઉમેદવારમાંથી 25 ઉમેદવાર ક્રિમિનલ કેસીસ ધરાવે છે.
તો 199 ઉમેદવાર કરોડપતિ છે, જેમાં 5 કરોડ કે તેથી વધુ મિલકત ધરાવનાર ઉમેદવારો 66 છે એટલે કે 8 ટકા ઉમેદવારો 5 કરોડથી વધુની મિલકત ધરાવે છે. તો 822માંથી 199 ઉમેદવાર કરોડપતિ છે એટલે કે કુલ ઉમેદવારોના 24 ટકા ઉમેદવારો કરોડપતિ છે.
મહત્વનું છે કે પહેલા તબક્કાના 923 ઉમેદવારોમાંથી 137 ઉમેદવારો પર ક્રિમિનલ કેસિસ છે એટલે કે 15 % ઉમેદવારો ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે.
તો ભાજપના 89 ઉમેદવારોમાંથી 22 ઉમેદવારો પર ક્રિમિનલ રેકોર્ડ છે. તો કોંગ્રેસના 96 ઉમેદવારમાંથી 31 ઉમેદવારો પર ક્રિમિનલ રેકોર્ડ છે.
શું છે ADR ?
ADR-એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ તરીકે ઓળખાય છે. જેનું મુખ્ય કામ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો પર નજર રાખવાનું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly elections 2017