Home /News /gujarat /'નો ટ્રેન, નો વોટ', ગુજરાતના આટલા ગામડા કરશે ચૂંટણીનો બહિષ્કાર; નેતાઓને ગામડાઓમાં પ્રવેશ પર પ્રતિબંધ

'નો ટ્રેન, નો વોટ', ગુજરાતના આટલા ગામડા કરશે ચૂંટણીનો બહિષ્કાર; નેતાઓને ગામડાઓમાં પ્રવેશ પર પ્રતિબંધ

'નો ટ્રેન, નો વોટ'

gujarat assembly poll boycott-ગુજરાતમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે.દરમિયાન, અંચેલી અને નવસારી વિધાનસભા મતવિસ્તારના અન્ય 17 ગામોના ગ્રામજનોએ ચૂંટણીના બહિષ્કાર અને રાજકીય પક્ષોના નેતાઓ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરતા બેનરો લગાવ્યા છે.જેમાં શાસક ભારતીય જનતા પાર્ટી (BJP)ને પ્રચાર માટે ગામડાઓમાં પ્રવેશ કરવાથી રોકવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    ગુજરાતમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે.દરમિયાન, અંચેલી અને નવસારી વિધાનસભા મતવિસ્તારના અન્ય 17 ગામોના ગ્રામજનોએ ચૂંટણીના બહિષ્કાર અને રાજકીય પક્ષોના નેતાઓ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરતા બેનરો લગાવ્યા છે.જેમાં શાસક ભારતીય જનતા પાર્ટી (BJP)ને પ્રચાર માટે ગામડાઓમાં પ્રવેશ કરવાથી રોકવામાં આવ્યા છે.

    ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે કારણ કે અંચેલી રેલ્વે સ્ટેશન પર લોકલ ટ્રેનો રોકવાની તેમની માંગ હજુ સુધી સંતોષવામાં આવી નથી.

    આ પણ વાંચોઃ પીએમ મોદીએ 13 દિવસ પહેલા ઉદયપુર-અમદાવાદ રેલ્વે ટ્રેકનું કર્યું હતુ ઉદ્ધાટન, આજે થયો બ્લાસ્ટ

    આંચેલી રેલ્વે સ્ટેશન પાસે અને ગામડાઓમાં લગાવવામાં આવેલા આ બેનરો પર લખવામાં આવ્યું છે કે, "કોઈ ટ્રેન નહીં, વોટ નહીં, ભાજપ અથવા અન્ય રાજકીય પક્ષોના નેતાઓ અહીં પ્રચાર માટે આવતા નહીં, અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ."

    એક યુવક હિતેશ નાયકે કહ્યું કે આ મતવિસ્તારના ઓછામાં ઓછા 18 ગામના લોકોએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.તેમની માંગ ટ્રેનના સ્ટોપેજની છે જે કોવિડ-19 પહેલા અહીં રોકાતી હતી.સામાન્ય મુસાફરોને હવે ખાનગી વાહનો લેવાની ફરજ પડી રહી છે અને તેમને રોજના 300 રૂપિયા જેટલો ખર્ચ કરવો પડે છે.

    કોલેજની વિદ્યાર્થિની પ્રાચી પટેલે જણાવ્યું હતું કે આ સમસ્યાને કારણે તેણીને અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે તેણીએ સવારે તેનું એક લેક્ચર ચૂકી જવું પડી રહ્યું છે.

    ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સલ્ટેટિવ ​​કમિટી (ZRUCC)ના સભ્ય છોટુભાઈ પાટીલે જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીઓ કે લોકોમાંથી કોઈ પણ આ મુદ્દે કંઈ બોલતું નથી.છોટુભાઈ પાટીલે જણાવ્યું હતું કે 1966 થી અહીં લોકલ પેસેન્જર ટ્રેન રોકાતી હતી, પરંતુ કોવિડ રોગચાળાને કારણે તે બંધ થઈ ગઈ હતી.ફરી શરૂ થયા પછી તે અહીં અમારા સ્ટેશન પર રોકાતી નથી.ઓછામાં ઓછા 19 ગામોના લોકો તેમની નોકરી અને રોજીરોટી માટે અહીંથી અવર-જવર કરે છે.

    તેમણે વધુમાં કહ્યું કે તેઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.અમે નવી માગ નથી કરી રહ્યા. અમને બસ એ જ ટ્રેન જોઈએ છે, પરંતુ તેમ છતાં, સ્થાનિક પ્રશાસક કે પ્રતિનિધિ જવાબ આપી રહ્યા નથી.છોટુભાઈ પાટીલે જણાવ્યું હતું કે ગ્રામજનોએ મતદાન કર્યા વિના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) મોકલવાનો નિર્ણય કર્યો છે.તેમણે કહ્યું કે અમે આ વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને અમે ઈવીએમ ખાલી મોકલીશું.

    નોંધનીય છે કે ગુજરાતમાં રાજ્ય વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે.8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે અને તેને ભાજપનો ગઢ માનવામાં આવે છે.જો કે, કોંગ્રેસ પણ ભાજપ સરકારને હટાવવા માટે તેના કમર કસી રહી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: 2022 Assembly elections, Boycott, Gujarat Assembly Elections 2022

    विज्ञापन
    विज्ञापन