Home /News /gujarat /Video: કોઈ કોઈને ચેતવણી ન આપી શકે, સુપ્રીમ કોર્ટની વાત પર કિરેન રિજિજુએ આપ્યો આ જવાબ
Video: કોઈ કોઈને ચેતવણી ન આપી શકે, સુપ્રીમ કોર્ટની વાત પર કિરેન રિજિજુએ આપ્યો આ જવાબ
સુપ્રીમ-સરકાર આમને સામને
યુપીના પ્રયાગરાજમાં એક કાર્યક્રમને સંબોધતા કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે, 'મેં આજે એક મીડિયા રિપોર્ટ જોયો, જેમાં કહેવામાં આવ્યું હતું કે- સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે... ભારતીય બંધારણ અમારું માર્ગદર્શક છે. કોઈ કોઈને ચેતવણી આપી શકે નહીં.' જાણો શું છે સમગ્ર મામલો...
નવી દિલ્હી: ન્યાયાધીશોની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચેનો વિવાદ શનિવારે ફરી એકવાર ચર્ચામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શુક્રવારે એવા સમાચાર હતા કે, સુપ્રીમ કોર્ટની બેન્ચે હાઈકોર્ટના જજોની બદલી માટેની ભલામણોને મંજૂરી આપવામાં કેન્દ્ર દ્વારા વિલંબ સામે ચેતવણી આપી છે. તેના જવાબમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટ કહ્યું કે, 'કોઈને ચેતવણી આપી શકાય નહીં'.
યુપીના પ્રયાગરાજમાં રિજિજુ અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનની સ્થાપનાના 150 વર્ષ પૂરા થવા પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. ld/ejs કાર્યક્રમને સંબોધતા કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, 'મેં આજે એક મીડિયા રિપોર્ટ જોયો, જેમાં કહેવામાં આવ્યું છે કે- સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે... ભારતીય બંધારણ આપણું માર્ગદર્શક છે. કોઈ કોઈને ચેતવણી આપી શકે નહીં.'
આ પહેલા શુક્રવારે એવું જાણવા મળ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ એએસ ઓકાની બેન્ચે હાઈકોર્ટના જજોની બદલી માટેની ભલામણોને મંજૂર કરવામાં કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા વિલંબ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'આ ખૂબ જ ગંભીર મુદ્દો છે.' સુપ્રીમ કોર્ટની બેન્ચે ચેતવણી આપી હતી કે, આમાં કોઈપણ વિલંબ વહીવટી અને ન્યાયિક કાર્યવાહીમાં પરિણમી શકે છે, જે સુખદ ન પણ હોઈ શકે. બેન્ચે કહ્યું કે, 'અમને એવું પગલું ભરવા માટે દબાણ ન કરો, જે ખૂબ જ અસ્વસ્થતાભર્યું હોય.'
સુપ્રીમ કોર્ટની બેન્ચ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામોને મંજૂરી આપવામાં કેન્દ્ર તરફથી કથિત વિલંબ સંબંધિત મામલાની સુનાવણી કરી રહી હતી.
જણાવી દઈએ કે, ગયા વર્ષે 13 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે પાંચ જજોના નામની ભલામણ કરી હતી. જેમાં રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પંકજ મિથલ, પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ, મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પી.વી. સંજય કુમાર, પટના હાઈકોર્ટના જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા.
#WATCH | I saw a media report today that stated- Supreme Court has given a warning...The Indian Constitution is our guide. No one can give a warning to anyone: Union Law Minister Kiren Rijiju in Prayagraj, UP pic.twitter.com/oyoDfzLzIS
નોંધપાત્ર રીતે, સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ (CGI) સહિત 34 ન્યાયાધીશોની મંજૂર સંખ્યા છે. હાલમાં સર્વોચ્ચ અદાલત 27 ન્યાયાધીશો સાથે કાર્યરત છે. જો કે, આ દરમિયાન, કેન્દ્ર સરકારે શનિવારે સાંજે સુપ્રીમ કોર્ટમાં આ પાંચ નવા ન્યાયાધીશોના પ્રમોશનને મંજૂરી આપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર