Home /News /gujarat /Stock Market: શેર બજારના નબળા વલણથી નિરાશ ન થશો, Sensex 100,000ની સપાટીએ પહોંચી શકે

Stock Market: શેર બજારના નબળા વલણથી નિરાશ ન થશો, Sensex 100,000ની સપાટીએ પહોંચી શકે

ભારતીય શેર બજાર

Indian Stock Market: શેર બજાર વિશે મોટાભાગના અનુમાનની સાથે મનોવિજ્ઞાન જોડાયેલું છે. એટલે કે લોકો અનુમાન લગાવતી સમયે બજારના વાતાવરણના આધારે બજારના સારા કે ખરાબ પ્રદર્શન વિશે પોતાનો અભિપ્રાય બનાવે છે.

મુંબઇ. છેલ્લા થોડા સમયથી ભારતીય શેરબજાર (Indian Stock Market) ભારે અસ્થિરતાઓનો સામનો કરી રહ્યું છે. જો તમે પણ શેર બજારના નબળા વલણથી પરેશાન છો, તો આપને જણાવી દઇએ કે બજારો ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. ખાસ કરીને જો આપણે ભારતીય બજારના લાંબાગાળાના પ્રદર્શન પર એક નજર કરીએ તો તમને ખબર પડશે કે તમારે બજારના ડાઉનટ્રેન્ડ (Market Down Trend) વિશે શા માટે ચિંતા ન કરવી જોઈએ. ભારતીય શેર બજારોએ લાંબા ગાળામાં 12% વળતર આપ્યું છે. અહીં, કોરોના મહામારી બાદ અર્થવ્યવસ્થા (Economy) ઝડપથી રિકવર થઈ રહી છે. નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23માં વૃદ્ધિ દર સારો રહેવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં સેન્સેક્સ 1,00,000 માર્ક સુધી પહોંચી શકે છે. તાજેતરમાં જેફરીઝના ક્રિસ્ટોફર વુડે 2026 સુધીમાં સેન્સેક્સ 1 લાખના સ્તરે (Sensex at 1 lakh Point) પહોંચવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

મોટાભાગના અનુમાનની સાથે મનોવિજ્ઞાન જોડાયેલું છે. એટલે કે લોકો અનુમાન લગાવતી સમયે બજારના વાતાવરણના આધારે બજારના સારા કે ખરાબ પ્રદર્શન વિશે પોતાનો અભિપ્રાય બનાવે છે. જો બજાર ઘટી રહ્યું છે, તો સેન્સેક્સ ક્યાં ઘટશે તેના અનુમાન લગાવાય છે. જો બજાર ઉપર જઈ રહ્યું છે તો સેન્સેક્સ 1 લાખ સુધી પહોંચવાની શક્યતાઓ જણાવાય છે.

ઉદાહરણથી સમજો

ગ્લાસમેન અને હેસેટનું ઉદાહરણ જોઇ શકો છો. જ્યારે તેણે 1998-99માં પોતાના અનુમાન લગાવ્યા ત્યારે યૂએસ માર્કેટમાં તેજી હતી. ટેક્નોલોજી કંપનીઓના શેર્સ આસમાને હતા. નિષ્ણાતો જણાવી રહ્યા હતા કે, બજારને વધતા કોઈ રોકી શકતું નથી. ત્યારબાદ ડાઓ જોન્સ 36,000ના આંક સુધી પહોંચવાની ધારણા હતી. પરંતુ, શેરબજારને તમે શું વિચારો છો તેની પરવા નથી કરતા. તે તેની રીતે કામ કરે છે. ડાઉ જોન્સ વધવાને બદલે 2000માં 11,000થી ઘટીને 2003માં 8,000 થઈ ગયો અને અનુમાન સંપૂર્ણપણે ખોટું સાબિત થયું હતું.

આ પણ વાંચો: જો બજાર નિષ્ણાતોની આ સલાહ માની લેશો તો થઈ જશો માલામાલ

ક્રિસ વુડની ભવિષ્યવાણી

હવે વાત કરીએ ક્રિસ વુડની આગાહી વિશે. તેણે કહ્યું હતું કે, ક્યારે સેન્સેક્સ 60,000 સુધી પહોંચશે. પરંતુ શું તમે જાણો છો શું થયું હોત જો 60,000 સેન્સેક્સનો પીક હોત તો? જે રીતે 2000માં ડાઓ માટે 11,000 પીક હતું, જો યૂક્રેન-રશિયા ક્રાઇસિસ સતત વધતુ રહેશે તો? સેન્સેક્સ વધારે 10 ટકા નીચે પટકાઇને 50,000 પર આવી જશે તો, શું આ શક્ય બનશે?

હવે જો તમે 2027 સુધીમાં સેન્સેક્સ 1,00,000 પર જોઈ રહ્યા છો, તો શેર બજારોની વાર્ષિક વૃદ્ધિ 15 ટકા હોવો જોઈએ. જો તે વધુ ઘટીને 45,000 થઈ જાય તો? પછી તેણે 100,000 માર્કના પ્રિડિક્શન સુધી પહોંચવા દર વર્ષે 18 ટકાની વૃદ્ધિ દર્શાવવી પડશે. પરંતુ ત્યારે શું જો બીજી મહામારી ત્રાટકે, બીજું યુદ્ધ શરૂ થાય, ટેક બબલ ફરીથી શરૂ થાય, એવું કંઈક જે આપણે વર્ષોથી જોયું નથી? ત્યારે બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળશે.

આ પણ વાંચો:  ઉતાર-ચઢાવ સામે ઝઝૂમતા શેર બજાર માટે રોકાણકારોની યોજના શું હોઈ શકે? 

આ ફેક્ટ્સને રાખો ધ્યાનમાં

2008માં સેન્સેક્સ 21,000 સુધી પહોંચી ગયો હતો. 2022માં તે 60,000 સુધી પહોંચી ગયો. શું તમને આ ઉછાળો દમદાર નથી લાગતો? કે પછી તમે રોકાણના ચૂકી ગયેલા અવસરોનો અફસોસ કરી રહ્યા છો? પરંતુ જો ટકાવારીમાં જોઇએ તો તે માત્ર વાર્ષિક 7.7 ટકાની ગ્રોથ છે. ટૂંકમાં કહીએ તો, તમારે આવા પ્રીડીક્શનની પાછળી ભાગવું ન જોઇએ. સેન્સેક્સ 100,000 પર જરૂર પહોંચશે, પરંતુ તે ક્યારે બનશે તેનાથી આપણે અજાણ છીએ.
First published:

Tags: Share market, Stock market, Stock tips, સેન્સેક્સ