Home /News /gujarat /પાટીદાર રેલી સંદર્ભે મતમતાંતર, હાર્દિક પટેલ પાસે માંગી સ્પષ્ટતા

પાટીદાર રેલી સંદર્ભે મતમતાંતર, હાર્દિક પટેલ પાસે માંગી સ્પષ્ટતા

  • Web18
  • Last Updated :
અમદાવાદઃ આગામી 25મી ઓગસ્ટે અમદાવાદમાં યોજાવા જઈ રહેલી પાટીદાર અનામત આંદોલન રેલીને લઈને આજે વસ્ત્રાલ ખાતે પાટીદારોના એક જૂથની બેઠક મળી હતી. આ જુથે 25મી તારીખે અમદાવાદમાં યોજાવા જઈ રહેલી મહારેલીથી પોતે સાવ અજાણ હોવાનું જણાવ્યું હતુ.  અને આંદોલનના અગ્રણી એવા હાર્દિક પટેલ પાસેથી રેલી સંદર્ભે કોઈ માહિતી આપતા ન હોવાનો આક્ષેપ કર્યો છે.  તેમણે કુલ 13 મુદ્દાઓ મીડીયા સમક્ષ મુકી હાર્દિક પટેલને આ મુદ્દાઓ પર ખુલાસો કરવા જણાવ્યું છે.  જેમાં રીવરફ્ર્ન્ટ પર 10 લાખ વધુ પાટીદારો ભેગા થશે તેમના માટે પાર્કીંગ, પાણી,  બેસવા, તબીબી સેવા, સુરક્ષા વ્યવસ્થાને લઈને શું તૈયારી છે તે જણાવી આપવા હાકલ કરી છે. તથા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની માટે શું તૈયારી છે તે બાબતે હાર્દિક પટેલ સ્પષ્ટતા કરે તેવી આ જૂથની માંગણી છે.
First published:

Tags: અનામત, અમદાવાદ, આંદોલન, આક્ષેપ, તૈયારી, પાટીદાર, પાણી, બેઠક, મહારેલી, રેલી, વસ્ત્રાલ, સુરક્ષા, સ્પષ્ટતા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन