NMDC Recruitment 2022: સ્ટીલ મંત્રાલય હેઠળની NMDC લિમિટેડે ફિલ્ડ એટેન્ડન્ટ (ટ્રેઇની), મેઇન્ટેનન્સ આસિસ્ટન્ટ (ટ્રેઇની), એમસીઓ Gr-III (ટ્રેઇની), એચઇએમ મિકેનિક Gr-3, ઇલેક્ટ્રિશિયન Gr-3, બ્લાસ્ટર Gr-2 (ટ્રેઇની) અને ક્યુસીએ Gr-III (ટ્રેઇની)ની પોસ્ટ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ કુલ 200 જગ્યાઓ પર ભરતી (Recruitment) કરવામાં આવશે. જેમાં 18થી 30 વર્ષના યુવાનો અરજી કરી શકશે. આ નોકરી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 10 ફેબ્રુઆરીથી nmdc.co.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજીની લિંક 2 માર્ચ સુધી ઉપલબ્ધ રહેશે.
NMDC Recruitment 2022: મહત્વની તારીખો
ખાલી જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઇન અરજીની શરૂઆતની તારીખ 10 ફેબ્રુઆરીથી થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 02 માર્ચ રહેશે.
NMDC Recruitment 2022: કેટલી જગ્યાઓ પર થશે ભરતી?
ફીલ્ડ એટેન્ડન્ટ (ટ્રેઇની) (RS.-01) - 43
મેઇન્ટેનન્સ આસિસ્ટન્ટ (મેચ) (ટ્રેઇની) (RS.-02) - 90
મેઇન્ટેનન્સ આસિસ્ટન્ટ (ઈલેક્ટ) (ટ્રેઈની) (RS.-02) - 35
એમસીઓ Gr-III (તાલીમાર્થી) (RS.-04) - 04
એચઈએમ મિકેનિક Gr-III (ટ્રેઈની) (RS.-04) - 10
ઇલેક્ટ્રિશિયન Gr-III (ટ્રેઈની) (RS-04) - 07
બ્લાસ્ટર Gr-II (ટ્રેઇની) (RS-04) - 02
QCA Gr-III (ટ્રેઈની) (RS-04) - 09
NMDC Recruitment 2022: પગારધોરણ
ફીલ્ડ એટેન્ડન્ટ (ટ્રેઇની) (RS.-01) - રૂ. 18000થી 18500
મેઇન્ટેનન્સ આસિસ્ટન્ટ (મેચ) (ટ્રેઇની) (RS.-02) - રૂ. 18000થી 18500
મેઇન્ટેનન્સ આસિસ્ટન્ટ (ઈલેક્ટ) (ટ્રેઈની) (RS.-02) - રૂ. 18000થી 18500
એમસીઓ Gr-III (ટ્રેઈની) (RS.-04) - રૂ. 19000થી 19500
ઇલેક્ટ્રિશિયન Gr-III (ટ્રેઈની) (RS-04) - રૂ. 19000થી 19500
બ્લાસ્ટર Gr-II (ટ્રેઇની) (RS-04) - રૂ. 19000થી 19500
QCA Gr-III (ટ્રેઈન) (RS-04) - રૂ. 19000થી 19500
NMDC Recruitment 2022: શૈક્ષણિક લાયકાત:
ફીલ્ડ એટેન્ડન્ટ (ટ્રેઇની) (RS-01) - મિડલ પાસ અથવા આઇ.ટી.આઇ.
મેઇન્ટેનન્સ આસિસ્ટન્ટ (મેચ) (ટ્રેઇની) (RS-02) - વેલ્ડિંગમાં આઇ.ટી.આઇ./ ફિટર / મશીનિસ્ટ/મોટર મિકેનિક / ડીઝલ મિકેનિક/ઓટો ઇલેક્ટ્રિશિયન.
મેઇન્ટેનન્સ આસિસ્ટન્ટ (ઇલેક્ટ) (ટ્રેઇની) (RS-02) - ઇલેક્ટ્રિકલ ટ્રેડમાં આઇ.ટી.આઇ. કરેલું હોવું જોઈએ.
એમસીઓ Gr-૩ (ટ્રેઇની) (RS.-4) - મિકેનિકલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા જરૂરી છે.
એચઈએમ મિકેનિક Gr-III (ટ્રેઈની) (RS-04) - મિકેનિકલ એન્જિનિયરમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા આવશ્યક છે.
ઇલેક્ટ્રિશિયન Gr-III (ટ્રેઇની) (RS-04) - ત્રણ વર્ષનો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિથ ઇન્ડસ્ટ્રીયલ/ડોમેસ્ટિક ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન્સ સર્ટિફિકેટ.
આ પણ વાંચો : Coast Guard Recruitment 2022: કોસ્ટ ગાર્ડમાં નિકળી બમ્પર ભરતી, ઓફિસર બનવાની તક
બ્લાસ્ટર Gr-II (ટ્રેઇની) (RS.-04) - મેટ્રિક / આઈટીઆઈ / સાથેની બ્લાસ્ટર - માઇનિંગ મેટ સર્ટિફિકેટ અને ફર્સ્ટ એઇડનું સર્ટિફિકેટ જરૂરી છે. આ ઉપરાંત પોસ્ટ કવોલિફિકેશનમાં બ્લાસ્ટિંગ ઓપરેશનમાં 3 વર્ષનો અનુભવ આવશ્યક છે.
QCA Gr-III (ટ્રેઈની) (RS-04) - ગ્રેજ્યુએટ ઇન B.Sc (કેમિસ્ટ્રી/ભૂસ્તરશાસ્ત્ર) પોસ્ટ ક્વોલિફિકેશન અને સેમ્પલિંગ કાર્યમાં એક વર્ષનો અનુભવ આવશ્યક છે.
આ પણ વાંચો : BHEL Recruitment 2022: BHELમાં 75 જગ્યા માટે ભરતી, 37,500 સુધી મળશે પગાર
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા 200 શૈક્ષણિક લાયકાત સંબંધિત ટ્રેડ માટે અલગ અલગ નોટિફિકેશન મુજબ પસંદગી પ્રક્રિયા
આ પોસ્ટ માટે પસંદગી લેખિત ચકાસણી અને શારીરિક ક્ષમતા ચકાસણીના આધારે કરવામાં આવશે.
અરજી ફી SC/ST/PwD/X-સર્વિસમેન કેટેગરી અને વિભાગીય ઉમેદવારો પાસેથી કોઈ ફી નહીં લેવાય જ્યારે અન્યો પાસેથી રૂ. 150 ફી લેખે લેવામાં આવશે. અરજી કરવાની અંતિમ તારીખ 02-03-2022 ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો
NMDC Recruitment 2022: પસંદગી પ્રક્રિયાની જાણકારી
આ પોસ્ટ માટે પસંદગી લેખિત ચકાસણી અને શારીરિક ક્ષમતા ચકાસણીના આધારે કરવામાં આવશે.
NMDC Recruitment 2022: કેવી રીતે અરજી કરવી?
- NMDCની સત્તાવાર વેબસાઇટ nmdc.co.inની મુલાકાત લો.
- જમણી બાજુના ટેબ પર ક્લિક કરો અને પછી Careers Tab પર જાઓ
- ત્યાંથી જાહેરનામા નંબર 04/2022 હેઠળ આપવામાં આવેલી Online Application Link પર સ્ક્રોલ કરો અને ડાઉનલોડ - ક્લિક કરો
- તમારી વિગતો ભરો અને ભવિષ્યના વપરાશ માટે પ્રિન્ટઆઉટ લો
NMDC Recruitment 2022: અરજી માટેની ફી
NMDC Recruitment 2022: SC/ST/PwD/X-સર્વિસમેન કેટેગરી અને વિભાગીય ઉમેદવારો પાસેથી કોઈ ફી નહીં લેવાય જ્યારે અન્યો પાસેથી રૂ. 150 ફી લેખે લેવામાં આવશે.
First published: February 06, 2022, 21:46 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Jobs and Career , Sarkari Naukri , કેરિયર