પતિ ઋષિ કપૂરના અવસાન બાદ પત્ની નીતુએ ભાવુક થઈ ખાસ તસવીર પોસ્ટ કરી, Instagramમાં લખ્યું, 'અમારી વાર્તા પૂરી'

News18 Gujarati
Updated: May 2, 2020, 3:04 PM IST
પતિ ઋષિ કપૂરના અવસાન બાદ પત્ની નીતુએ ભાવુક થઈ ખાસ તસવીર પોસ્ટ કરી, Instagramમાં લખ્યું, 'અમારી વાર્તા પૂરી'
નીતુ કપૂર અને ઋષિ કપૂરની ફાઇલ તસવીર

ગુરૂવારે રાત્રે ઋષિ કપૂરના અવસાન બાદ પત્ની નીતુએ પ્રથમ વખત પતિ ઋષિ કપૂરક વિશે કઈક કહ્યું, 42 વર્ષથી વધુ લાંબો સાથ છૂટી ગયો

  • Share this:
મુંબઈ : બૉલિવૂડના એક્ટર ઋષિ કપૂર (RishiKapoor)ના અવસાનથી દુ:ખી પત્ની નીતુ સિંઘે (Nitu kapoor)એ પતિના અવસાન બાદ પહેલી વાર કઈક ટિપ્પણી કરી છે. પતિના નિધનથી દુ:ખી પત્ની અને 42 વર્ષથી વધુ સમયની સાથી નીતુ કપૂરે સોશિયલ મીડિયામાં ઋષિ કપૂરની એક ખાસ તસવીર મૂકી છે. આ તસવીરમા નીતુ કપૂરે ટાઇટલ આપ્યું છે, 'End of Our Story' અટલે કે અમારી વાર્તા પૂરી. નીતુ કપૂરની આ પોસ્ટના રિપ્લાયમાં અનુપમ ખેરથી લઈને સોમન કપૂર અને મોટા ગજાના બૉલિવૂડ કલાકારોએ ટિપ્પણીઓ કરી છે.

નીતુકપૂરઅને ઋષિ કપૂરની લવ સ્ટોરી ઘણી પ્રખ્યાત રહી છે. નીતુ કપૂર તેના પતિના અચાનક જગત છોડી જતા ભારે દુખી છે. દરેક ક્ષણ પતિ સાથે રહેતી નીતુ હવે બાળકો સાથે દુનિયામાં એકલી છે. ઋષિ કપૂરને યાદ કરતાં નીતુએ Instagramમાં ઋષિકપૂરની એક જૂની તસવીર શેર કરી છે, જેમાં તેણે કેપ્શન આપ્યું છે - 'અમારી વાર્તાનો અંત'. આ સાથે તેણે બે હાર્ટ ઇમોજીસ પણ પોસ્ટ કર્યા છે.

આ પણ વાંચો :  ઇરફાન ખાને હૉલિવૂડમાં પણ ડંકો વગાડ્યો હતો, એંજેલિના જોલીએ ભાવુક થઈ કહ્યું, 'એની સ્માઇલને યાદ કરું છું'

આ બંનેના પ્રેમની શરૂઆત ફિલ્મના સેટથી થઈ હતી. નીતુ અને ઋષિ પહેલીવાર ફિલ્મ 'જાહિલ ઇન્સાન' ના સેટ પર મળ્યા હતા. પ્રારંભિક લડાઇઓ પ્રેમમાં બદલાઈ ગઈ અને ઝઘડો પ્રેમમાં ફેરવાયો. તે બંને વચ્ચે પ્રથમ નજરમાં પ્રેમ ન હતો, પરંતુ જન્મ-જન્મનો સંબંધ બન્યો હતો. એક અતૂટ સંબંધ. નીતુએ કદી વિચાર્યું પણ નહોતું કે મૃત્યુથી તે બંને અલગ થઈ જશે.

 
View this post on Instagram
 

End of our story ❤️❤️


A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on


આ પણ વાંચો :  ઋષિ કપૂરે દિલીપ કુમાર અને રાજ કપૂરની દોસ્તી જીવંત રાખી, સાયરા બાનોએ શેર કરી ખાસ નોટ

ઋષિ કપૂર ન્યૂયોર્ક શહેરમાં કેન્સરની આઠ મહિનાની સારવાર લઈને ગત વર્ષે મે મહિનામાં જ પરત ફર્યા હતા. ત્યારબાદ તેની તબિયત સ્થિર હતી પરંતુ તે વારંવાર બિમાર થઈ રહ્યા હતા. ફેબ્રુઆરીથી ફરી તેની તબિયત લથડી હતી. 30મી એપ્રિલે મોડી રાત્રે તેમને મુંબઈ કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં સવારે તેમની મોત થઈ હતી.

 
First published: May 2, 2020, 2:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading