નિર્ભયાકાંડના દોષીઓને ગમે ત્યારે મળી શકે છે ફાંસી, બક્સર જેલમાં ફંદો બનવાનું શરૂ

બક્સર જેલના અધિક્ષક વિજય કુમાર અરોડાને 'ભાષા'ને ફોન ઉપર જણાવ્યું હતું કે, 'અમને ગત સપ્તાહ જેલ નિદેશાલયથી 14 ડિસેમ્બર સુધી 10 ફાંસીના ફંદા તૈયાર કરવાની સૂચના મળી છે. અમને ખબર નથી કે આ ફંદા ક્યાં ઉપયોગમાં લેવાશે.'

 • Share this:
  પટણાઃ નિર્ભયા રેપ-મર્ડરના (Nirbhaya Rape Case) દોષીઓને ટૂંક સમયમાં ફાંસી આપવામાં આવી શકે છે. જેના માટે બિહારના (Bihar) બક્સર જેલમાં (Bakshar jail) આ સપ્તાહના અંત સુધી ફાંસીના (Hanging) 10 ફંદા તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે. આનાથી ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે આ ફંદા દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા કેસના દોષીઓ માટે હોઈ શકે છે.

  બિહારની બક્સર જેલ, રાજ્યની એક માત્રી એવી જેલ છે જેને ફાંસીના ફંદા બનાવવાની મહારાત છે. ફંદા બનાવવાની સૂચના ગત સપ્તાહે મળી હતી પરંતુ જેલ તંત્રને એ ખબર નથી કે ફંદા ક્યાં અને કોના માટે તૈયાર કરવાના છે.

  બક્સર જેલના અધિક્ષક વિજય કુમાર અરોડાને 'ભાષા'ને ફોન ઉપર જણાવ્યું હતું કે, 'અમને ગત સપ્તાહ જેલ નિદેશાલયથી 14 ડિસેમ્બર સુધી 10 ફાંસીના ફંદા તૈયાર કરવાની સૂચના મળી છે. અમને ખબર નથી કે આ ફંદા ક્યાં ઉપયોગમાં લેવાશે.'

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'સંસદ ઉપર હુમલાના દોષીત અફઝલ ગુરુના મોતની સજા માટે આ જ જેલમાંથી તૈયાર કરવામાં આવેલો ફાંસીના ફંદાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2016-17માં અમને પટિયાલા જેલમાંથી આદેશ મળ્યો હતો. જોકે, અમે એ જાણતા નથી કે કયા ઉદ્શ્યથી ફંદા તૈયાર કરાવવામાં આવ્યા છે'

  જેલ અધિક્ષક વિજય કુમારે વધુમાં જણાવ્યું હતું કે, 'બક્સર જેલમાં લાંબા સમયથી ફાંસીના ફંદા બનાવવામાં આવે છે. ફાંસીનો એક ફંદો 7200 કાચા દોરાથી બનાવવામાં આવે છે. જેને તૈયારકરવમાં બેથી ત્રણ દિવસ લાગે છે. એક ફાંસીનો ફંદો તૈયાર કરવામાં પાંચથી છ કેદીઓ કામ કરે છે. ફંદાની લટ તૈયાર કરવામાં મોટર ચાલીત મશીનનો થોડો ઉપયોગ કરવામાં આવી છે.'

  ઉલ્લેખનીય છે કે મીડિયાના એક વર્ગ દ્વારા ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે 16 ડિસેમ્બર 2012ના દિવસે ચાલુ બસમાં એક યુવતી સાથે બળાત્કારના ચાર દોષીઓને આ મહિનાના અંત સુધીમાં ફાંસી આપવામાં આવી શકે છે. આ મામલાનો એક દોષી અક્ષય ઠાકુર બિહારના ઔરંગાબાદ જિલ્લાનો નિવાસી છે.
  Published by:user_1
  First published: