NIPER Recruitment 2022: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER Recruitment 2022) હૈદરાબાદે વૈજ્ઞાનિક ટેકનિકલ સુપરવાઇઝર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, ટેકનિકલ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ, રિસેપ્શનિસ્ટ કમ ટેલિફોન ઓપરેટર, સ્ટોર કીપર, જુનિયર હિન્દી ટ્રાન્સલેટર, આસિસ્ટન્ટ અને જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટના પદ (Post) માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 2 માર્ચ, 2022 સુધી ચાલશે. તમે સત્તાવાર વેબસાઇટ http://www.niperhyd.ac.in/ પર જઈને આ ભરતી માટે અરજી (Apply) કરી શકો છો.
NIPER Recruitment 2022: આ પોસ્ટ પર કરાશે ભરતી
સાયન્ટિસ્ટ/ ટેક્નિકલ સુપરવાઇઝર ગ્રેડ 1- 3 પોસ્ટ, સાયન્ટિસ્ટ/ ટેક્નિકલ સુપરવાઇઝર ગ્રેડ 2 – 2 પોસ્ટ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર – 1 પોસ્, ટેક્નિકલ આસિસ્ટન્ટ – 1 પોસ્ટ. એકાઉન્ટન્ટ – 2 પોસ્ટ, ટેલીફોન ઓપરેટર – 1 પોસ્ટ, સ્ટોર કિપર – 1 પોસ્ટ, જૂનિયર હિન્દી ટ્રાન્સ્લેટર – 1 પોસ્ટ, આસિસ્ટન્ટ ગ્રેડ 1 – 1 પોસ્ટ, આસિસ્ટન્ટ ગ્રેડ 3 – 3 પોસ્ટ, જૂનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ – 4 પોસ્ટ
આ પણ વાંચો : Coast Guard Recruitment 2022: કોસ્ટ ગાર્ડમાં નિકળી બમ્પર ભરતી, ઓફિસર બનવાની તક
NIPER Recruitment 2022: વય મર્યાદા
સાયન્ટિસ્ટ/ટેક્નિકલ સુપરવાઈઝર ગ્રેડ I પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે. જ્યારે જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 27 વર્ષ છે. આ સિવાય તમામ પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા 20 શૈક્ષણિક લાયકાત દરેક પોસ્ટ માટે અલગ અલગ પસંદગી પ્રક્રિયા ઓનલાઇન અરજી દ્વારા અરજી કરવાની ફી રૂ. 500 ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો અરજી કરવાની અંતિમ તારીખ 2-3-2022
NIPER Recruitment 2022: શૈક્ષણિક લાયકાત
ટેક્નિકલ સુપરવાઇઝર ગ્રેડ 1 – MSc/M.Pharma. સાથે ઓછામાં ઓછો 4 વર્ષનો રીસર્ચ અથવા ટીચિંગનો અનુભવ.
ટેક્નિકલ સુપરવાઇઝર ગ્રેડ 2 – માન્યતા પ્રાપ્ત સંસ્થા કે યુનિવર્સિટીમાંથી MSc/M.PharmaયM.V.Sc.
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર – કોઈપણ પ્રવાહમાં બેચલર ડિગ્રી. આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર તરીકે પાંચ વર્ષનો અનુભવ જરૂરી છે.
એકાઉન્ટન્ટ – માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.કોમની ડિગ્રી.
ટેલીફોન ઓપરેટર – માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઇ પણ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન
સ્ટોર કીપર – સાયન્સ / કોમર્સમાં માન્યતા પ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી.
જૂનિયર હિન્દી ટ્રાન્સ્લેટર - હિન્દી અથવા અંગ્રેજી સાથે હિન્દીમાં પીજી અથવા ગ્રેજ્યુએશનમાં મુખ્ય વિષય તરીકે હિન્દીનો અભ્યાસ કર્યો હોવો જોઈએ.
આસિસ્ટન્ટ ગ્રેડ 1 – કોઇ પણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન ડિગ્રી
આસિસ્ટન્ટ ગ્રેડ 2 – કોઇ પણ પ્રવાહમાં માન્યતા પ્રાપ્ત સંસ્થા/ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી
જૂનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ – સાયન્સ સ્ટ્રીમ સાથે 12મું પાસ અને કમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ.
આ પણ વાંચો : RSMSSB Recruitment 2022: RSMSSBની 10,157 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી
NIPER Recruitment 2022: કઇ રીતે કરશો અરજી
- ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો 2 માર્ચ, 2022 સુધીમાં www.niperhyd.ac.in / www.niperhyd.edu.in પરથી અરજી કરી શકે છે.
- ઉમેદવારોએ દરેક પોસ્ટ માટે અરજી કરવા રૂ. 500 અરજી ફી ચૂકવવાની રહેશે. આ ફી રીફન્ડ કરવામાં આવશે નહીં.
NIPER Recruitment 2022: અરજી અને અરજી ફી બંને ઓનલાઇન જ રહેશે.
- ફીની ચૂકવણી બાદ એક પીડીએફ જનરેટ થશે. જેને ઉમેદવારે ભવિષ્યમાં રેફરન્સ માટે સાચવીને રાખવાની રહેશે.
Published by: Jay Mishra
First published: February 06, 2022, 17:16 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Career and Jobs , Sarkari Naukri , કેરિયર , ગુજરાતી સમાચાર