ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર શરૂ, નીમાબેન આચાર્ય પહેલા મહિલા અધ્યક્ષ બન્યા

નીમાબેન આચાર્યની પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે વરણી

વિધાનસભા અધ્યક્ષ તરીકે પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યની વરણી થઇ છે.

 • Share this:
  ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું (Gujarat Legislative Assembly) ચોમાસું સત્ર (Monsoon Session) આજથી એટલે 27મી સપ્ટેમ્બરના રોજ શરૂ થયું છે. આ સત્ર બે દિવસનું રહેશે. આ સત્રમાં વિધાનસભા ગૃહમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું  (CM Bhupendra Patel) પાટલી થપથપાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર અધ્યક્ષ તરીકે મહિલા નિમાબેન આચાર્યની (Nimaben Acharya) વરણી કરવામાં આવી છે. તો બીજી બાજુ વિરોધ પક્ષે (Gujarat congress) ગૃહ શરૂ થતા પહેલા જ પોતાનો વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધો હતો.

  નીમાબેન આચાર્યની પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે વરણી

  વિધાનસભા અધ્યક્ષ તરીકે પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યની વરણી થઇ છે. જોગવાઈ પ્રમાણે, ગૃહ શરૂ થયુ ત્યારે સૌ પહેલા જ અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પછી સર્વાનુમતે તેમની વરણી કરવામાં આવી છે. આ પછી ગૃહની કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો છે. સીએમ અને વિપક્ષના નેતા નીમાબેનને સ્પીકર ચેર સુધી સન્માનપુર્વક દોરી ગયા હતા. ગુજરાતના સંસદીય ઇતિહાસમાં આજનો દિવસ મહત્વનો છે. 1960થી આજે પહેલી વખત મહિલા વિધાનસભા અધ્યક્ષ બન્યા.

  નીતિન પટેલ ગૃહમાં મોડા પડ્યા

  સ્પીચ દરમિયાન નીતિન પટેલ ગૃહમાં મોડા આવ્યા હતા. ગઇકાલે ધારાસભ્યોની બેઠકમાં પમ નીતિન પટેલે મોડી હાજરી આપી હતી. નીતિન પટેલના આગમન સમયે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે જોરથી બૂમ પાડીને આવકાર્યા હતા. નીતિન પટેલે વિધાનસભાના નવા સ્પીકર નીમાબેન આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા. જે બાદ નીતિન પટેલે કહ્યું હતુ કે, અત્યાર સુધી વરસાદ ખેંચાયો હતો પણ નીમા બેનના આવવા સાથે વરસાદ પણ પડ્યો. ભૂપેનદ્રભાઇની નવી સરકાર સાથે નવા અધ્યક્ષ સાથે ફુલ ગુલાબી વાતાવરણ સર્જાયુ છે. વર્ષો પછી હવે ગુજરાતમાં વિધાનસભા અધ્યક્ષની કેબિનમા હવે મહિલાનો ફોટો પણ જોવા મળશે.  ગૃહ શરૂ થતા પહેલા જ કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

  ગૃહ શરૂ થતા પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તેઓ વિધાનસભામાં પોસ્ટર પહેરીને આવ્યા હતા. તેમમે કોવિડ મૃતક પરિવારનો ૪ લાખ સહાય આપવાની માંગ સાથે કોરોના વોરિયરને નોકરી આપવાની પણ માંગ કરી હતી.

  ગ્યાસુદ્દીન શેખે પોતાની વાત રજૂ કરતા જણાવ્યુ હતુ કે, કોરોનામાં મૃત્યું પામેલા પરિવારને સરકાર ચાર લાખનું વળતર ચૂકવે. કોરોના વોરિયારને નોકરી પણ આપે. વોરિયરને 25 લાખ ચૂકવવાના વાયદાથી પણ સરકાર ચુકી. અમે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. આ સાથે ઇમરાન ખેડાવાલાએ જણાવ્યુ કે, ભાજપ સરકાર કોરોનાના આંકડા છુપાવવાનો પ્રયત્નો કરે છે. કોંગ્રેસને મૃતકોના 41 હજારથી વધુ ફોર્મ મળ્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેનારને 50 ટકા સહાય સરકાર ચૂકવે. કોરોનાના કારણે લોકોની આર્થિક સ્થિતિ વિકટ બની છે તેથી પ્રાઇવેટ શાળામાં ફી 25 ટકા ઘટાડવામાં આવે.
  Published by:Kaushal Pancholi
  First published: