Home /News /gujarat /Night Marathon: ગુજરાત દિવસને આવકારવા દોડશે સુરતીઓ, સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા નાઈટ મેરેથોનનું આયોજન
Night Marathon: ગુજરાત દિવસને આવકારવા દોડશે સુરતીઓ, સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા નાઈટ મેરેથોનનું આયોજન
સુરતમાં ડ્રગ્સના ચુંગલમાંથી યુવાનોને બચાવવા અને શહેરના ડ્રગ્સ મુક્ત બનાવવા માટે પોલીસ અને સરકાર સતત પ્રયત્નશીલ છે.
Surat Police: સુરતમાં ડ્રગ્સના ચુંગલમાંથી યુવાનોને બચાવવા અને શહેરના ડ્રગ્સ મુક્ત બનાવવા માટે પોલીસ અને સરકાર સતત પ્રયત્નશીલ છે. સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ માફીયાઓ સામે તો કાર્યવાહી કરવામાં આવી રહી છે પણ સાથે સાથે વિભિન્ન સંસ્થાઓ સાથે મળીને પણ સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે.
'નો ડ્રગ્સ ઈન સેફ, ફીટ એન્ડ સ્માર્ટ' સુરત સીટી (Surat City)ના સંદેશાઓ સાથે જ ગુજરાત દિવસ (Gujarat day)ને આવકારવા સુરતીઓ દોડશે .સુરતીઓશહેર પોલીસ વિભાગ દ્વારા 30મી એપ્રિલે શહેરમાં નાઈટ મેરેથોન (Night Marathon) દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5 કિ.મી, 10 કિ.મી અને 21 કિ.મીની દોડ યોજાશે, મેરાથોનના પ્રચાર માટે 20મીએ પ્રમોશનલ ઈવેન્ટ અને 24 પેટ રનનું આયોજન કરાયું છે.
સુરતમાં ડ્રગ્સના ચુંગલમાંથી યુવાનોને બચાવવા અને શહેરના ડ્રગ્સ મુક્ત બનાવવા માટે પોલીસ અને સરકાર સતત પ્રયત્નશીલ છે. સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ માફીયાઓ સામે તો કાર્યવાહી કરવામાં આવી રહી છે પણ સાથે સાથે વિભિન્ન સંસ્થાઓ સાથે મળીને પણ સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે. આવા જ પ્રયાસના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા રાજ્યના ગૃહમંત્રી તથા સ્પોર્ટ્સ અને કલ્ચર મંત્રી હર્ષ ભાઈ સંઘવી અને સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આગામી 30મી એપ્રિલના રોજ ગુજરાત ડે નાઈટ મેરેથોન દોડનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે. જેમાં નો ડ્રગ્સ ઈન સેફ, ફીટ એન્ડ સ્માર્ટ સુરત સીટીના સંદેશાઓ સાથે જ ગુજરાત દિવસને આવકારવા માટે મોટી સંખ્યામાં સુરતીઓ દોડશે.
આ અંગે માહિતી આપતા શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, સે નો ટુ ડ્રગ્સ, નો ડ્રગ્સ ઈન સુરત સીટી, સાથે સ્માર્ટ સિટી સુરતના સંદેશાઓ સાથે તેમજ ગુજરાત દિવસની ઉજવણીના ભાગરૂપે આ નાઈટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5 કિમી, 10 કિમી અને 21 કિમી દોડનું આયોજન થશે. શહરીજનો સાથે જ દોડવીરો માટે નાઈટ મેરેથોનમાં ભાગ લેવા માટેનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. 5 કિમી દોડ માટે ફ્રી રજીસ્ટ્રેશન છે, જ્યારે 10 કિલોમીટર માટે 399 રૂપિયા અને 21 કિમી દોડ માટે 499 રૂપિયા રજીસ્ટ્રેશન ફી નક્કી કરવામાં આવી છે.
જોકે જે પણ આ અંતર પૂર્ણ કરશે તેને રજીસ્ટ્રેશન ફી પરત કરવામાં આવશે. નાઈટ મેરેથોન ના પ્રચાર અને પ્રસાર માટે 20 મી એપ્રિલના રોજ પ્રમોશનલ ઈવેન્ટ અને 24 મી એપ્રિલના રોજ પેટ રન નું આયોજન કરવામાં આવ્યું છે.રજીસ્ટ્રેશન માટે નીચે આપેલી લીન્ક પર ક્લીક કરો :http://www.thesuratmarathon.com/
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર