Home /News /gujarat /

એનઆઇએના કર્મચારીએ ધમકી આપી રૂ.60લાખનો તોડ કર્યો

એનઆઇએના કર્મચારીએ ધમકી આપી રૂ.60લાખનો તોડ કર્યો

અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એનઆઈએના નામે લાખો રૂપિયાનો તોડ કરતી એક ટોળકીને ઝડપી પાડી છે.ખાસ વાત એ છે કે, આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર ખુદ એનઆઈએનો કર્મચારી છે.ત્રાસવાદીઓને ફંડ પૂરૂ પાડયું હોવાની ધમકી આપી અમદાવાદના હવાલા ઓપરેટર પાસેથી60 લાખ રૂપિયા પડાવી લીધા અને આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.આ મામલે પોલીસે હાલ તો એક કર્મચારી સહિત તેના ત્રણ સાગરિતોને ઝડપી લીધા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

દેશની મુખ્ય તપાસ એજન્સી એનઆઈએ. કે જેને આતંકવાદી ગતિવિધિઓ રોકવા અને તેનો પર્દાફાશ કરવાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.આ એજન્સીમાં દેશની અન્ય એજન્સીઓમાંથી કાર્યક્ષમતાના આધારે કર્મચારી-અધિકારીઓને સામેલ કરવામાં આવે છે.પરંતુ આજે એનઆઈએની આબરૂના ધજાગરા ઉડાવી દીધા છે.

તારીખ 20 જૂન સવારે પોણા બાર વાગે અમદાવાદના સી.જી.રોડ પર આવેલી ફાયનાન્સ કંપનીમાં ત્રણ શખસો એન્ટ્રી મારે છે.જે પોતાની ઓળખ એનઆઈએના અધિકારી તરીકે આપે છે.એનઆઈએનું નામ સાંભળીને ફાયનાન્સ કંપનીના માલિકને પરસેવા વળી જાય છે.એનઆઈએની ઓળખ આપનારો શખસ જયારે ફાયનાન્સ કંપનીના માલિકને કહે છે કે, કાશ્મીરમાં પકડાયેલા આતંકવાદીઓને હવાલા દ્વારા જે રકમ મળી છે તેમાં તમારી સંડોવણી સામે આવી છે.ત્રાસવાદીનું નામ સાંભળીને ફાયનાન્સ કંપનીના માલિકના હોશ ઊડી જાય છે.

ફાસનાન્સ કંપનીના ટેબલ પર એક શખસ મોબાઈલ ફોન અને ડાયરી મૂકે છે. ડાયરી પર રહેલો લોગો એનઆઈએનો છે.આ શખસ પોતાની ઓળખ આપવા ફાયનાન્સ કંપનીના માલિકને પોતાનું આઈ કાર્ડ પણ બતાવે છે.અને કેસ નહી કરવા પેટે ડાયરેકટ એક કરોડ રૂપિયાની ડિમાન્ડ કરે છે.અને સોદો નક્કી થઈ જાય છે. ટોળકી અહીંથી રૂ.60 લાખ લઇ તોડ કરી જાય છે.

સફારી પહેરેલો શખસ આઈ કાર્ડ બતાવી ઓળખ આપી હતી તે દેશની મુખ્ય તપાસ એજન્સી એનઆઈએનો કર્મચારી છે. એનઆઈએનો કોન્સ્ટેબલ અને ઈન્ચાર્જ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર દેવીદાસ વૈષ્ણવ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના દિલ્હી યુનિટમાં ફરજ બજાવે છે.એનઆઈએમાં ડેપ્યુટેશન પર આવેલો દેવીદાસ વૈષ્ણવ બીએસએફનો જવાન છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરાયેલા ચાર શખસોમાં એક દેવીદાસ પણ સામેલ છે.સાથે તેનો મિત્ર નરેશ બારોટ, તોડની ટીપ આપનારો રિતેશ અને સાગરિત શંકર શેખાવત છે.

60 લાખના તોડ બાદ ફાયનાન્સ કંપનીના મુકુંદભાઈ પટેલને શંકા જતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો છે.નવરંગપુરા પોલીસે કારના નંબર આધારે તોડ કરનારી ટોળકીની ઓળખ મેળવી લીધી અને પર્દાફાશ કર્યો હતો.આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાતા ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.અને  40 લાખ રૂપિયા રોકડા કબ્જે લેવાયા છે.એનઆઈએના નામે આ તોડબાજ ટોળકીએ કેટલા વેપારીઓને શિકાર બનાવ્યા છે તેની વિગતો જાણવા પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે.
First published:

Tags: એનઆઇએ, કર્મચારી, ક્રાઇમ, ગુજરાત, ગુનો, તોડ, દેશ વિદેશ, ધમકી, પોલીસ, વિવાદ, સુરક્ષા એજન્સી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन