નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન દ્વારા ટ્રાન્સલેટરની 43 જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
NHRC Recruitment : નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) દ્વારા 43 ટ્રાન્સલેટર્સની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ નોકરી માટે અરજી પહોંચાડવાની અંતિમ તારીખ 31મી માર્ચ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (National Human Right Commission, NHRC) એ ટ્રાન્સલેટરની 43 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. જેમાં ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારે 31 માર્ચ પહેલા ઓફલાઈન અરજી કરવાની રહેશે. રસ ઘરાવતા ઉમેદવારો અહીંયા આપવામા આવેલી વિગતોના આધેર ઓફલાઇન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલાં ઉમેદવારોએ નોટિફિકેશન ખાંસ વીંચી લેવું જોઈએ.
વેકેન્સી (NHRC, Vacancy)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે 43 ટ્રાન્સલેટરની પોસ્ટ પર યોગ્ય ઉમેદવારની ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. પસંદગી પામેલ ઉમેદવારને કેન્દ્ર સરકારનો કર્મચારી માનવામાં આવશે. આ પોસ્ટ માટે વિગતવાર જાણકારી આપવામાં આવી છે. ગુજરાતી માટે 3, કન્નડ માટે 2, તમિલ માટે 7, તેલુગુ માટે 5, મરાઠી માટે 2, બેંગાલી માટે 12, ઓરિયા માટે 10, ઉર્દુ અને કાશ્મીરી માટે 1 તથા આસામી માટે 1 ટ્રાન્સલેટર માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
ઈચ્છુક ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.
ઉમેદવાર પાસે અંગ્રેજી ભાષાનું અને જે પોસ્ટ માટે અરજી કરે છે તે ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.
અનુભવ ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
43
શૈક્ષણિક લાયકાત
ઈચ્છુક ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.
ઉમેદવાર પાસે અંગ્રેજી ભાષાનું અને જે પોસ્ટ માટે અરજી કરે છે તે ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.