NHAI Recruitment: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ભરતી, 67, 000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
NHAI Recruitment: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ભરતી, 67, 000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
NHAI Recruitment : મેનેજર્સની વિવિધ પોસ્ટ પર આવી ભરતી, આ તારીખ પહેલા કરશો અરજી
NHAI Recruitment 2022 : નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI Recruitment ) ઓફ ઈન્ડિયા દ્વારા 07 જગ્યાના ડેપ્યુટેશન માટે નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓંનલાઈન અરજી કરી શકે છે.
NHAI Recruitment: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI Recruitment 2022) 7 મેનેજરની જગ્યાઓ માટે ડેપ્યુટેશન પર અરજીઓ (Jobs for Manager Post) મંગાવી રહી છે. આ પોસ્ટ માટે 21 એપ્રિલ, 2022થી અરજીઓ (Application) સ્વીકારવામાં આવી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 જૂન, 2022 છે. પાત્ર ઉમેદવારો NHAI ની સત્તાવાર વેબસાઇટ nhai.gov.in દ્વારા અરજી કરી શકે છે. જ્યારે પેરેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજીનું પ્રિન્ટઆઉટ સબમિટ કરવાની છેલ્લી તારીખ જૂન 20, 2022 છે.
દરેક જગ્યાના ગ્રેડ પે ઉપરાંત આ નોકરી માટે જે ઉમેદવારો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સંઘ પ્રદેશ, યુનિવર્સિટી, માન્યતા પ્રાપ્ત સંશોધન સંસ્થા, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ, અથવા સેમિ ગવર્નેમેન્ટ અથવા સ્વાયત્ત સંસ્થાઓ અથવા અન્ય સરકારી સંસ્થાઓમાં કામ કરતા હોય તે ગ્રેડના આધારે શૈક્ષણિક લાયકાત મુજબ આ ડેપ્યુટેશન માટે લાયકાત ધરાવે છે.
NHAI Recruitment: શૈક્ષણિક લાયકાત
જનરલ મેનેજર
ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી પશુપાલન અને પશુચિકિત્સા વિજ્ઞાન, બોટની, કેમેસ્ટ્રી, જીયોલોજી, મેથેમેટિક્સ, ફિઝીક્સ, સ્ટેટીસ્ટિક્સ અને ઝૂલોજી અથવા એગ્રિકલ્ટર, ફોરેસ્ટ્રી અથવા એન્જીનિયરીંગ ડિગ્રી મેળવેલી હોવી આવશ્યક છે.
ડેપ્યુટી જનરલ મેનેજર (એન્વાયરોમેન્ટ)
ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી પશુપાલન અને પશુચિકિત્સા વિજ્ઞાન, બોટની, કેમેસ્ટ્રી, જીયોલોજી, મેથેમેટિક્સ, ફિઝીક્સ, સ્ટેટિસ્ટિક્સ અને ઝૂલોજીમાંથી કોઇ પણ વિષયમાં ડિગ્રી મેળવેલી હોવી જોઇએ અથવા એગ્રિકલ્ચર, ફોરેસ્ટ્રી અથવા એન્જીનિયરીંગની ડિગ્રી મેળવવી ફરજીયાત છે.
ડેપ્યુટી જનરલ મેનેજર (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી)
ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ/ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં BE/B.ટેક અથવા DOEACCમાંથી સર્ટિફીકેશન મેળવેલું હોવું જરૂરી છે.
ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી એનિમલ હસ્બન્ડ્રી એન્ડ વેટરનરી સાયન્સ, બોટાની, કેમેસ્ટ્રી, જીયોલોજી, મેથેમેટિક્સ, ફિઝીક્સ, સ્ટેટિસ્ટિક્સ અને ઝૂલોજીમાંથી કોઇ પણ એક વિષયમાં ડિગ્રી હોવી જોઇએ અથવા એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી અથવા એન્જીનિરીંગ ડિગ્રી કરેલી હોવી જરૂરી છે.
NHAI Recruitment: નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
07
શૈક્ષણિક લાયકાત
તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. નોટિફીકેશનમાં જણાવ્યા મુજબ
જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજર માટેની અરજીઓ ઓનલાઈન ભર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી અને DGM (HR & Admn)-IA નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા પ્લોટ નં.G5-&6, સેક્ટર-10, દ્વારકા, નવી દિલ્હી-110075ને મોકલવાની રહેશે.
જ્યારે મેનેજરની જગ્યાઓ માટેની અરજીઓ DGM (HR & Admn)-IB નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા પ્લોટ નં.G5-&6, સેક્ટર-10, દ્વારકા, નવી દિલ્હી-110075ને મોકલવાની રહેશે.
આ અરજીઓ પહોંચડાવની અંતિમ તારીખ 20-6-2022 છે. ત્યારબાદ મળેલી અરજીઓને માન્ય રાખવામાં નહીં આવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર