પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની નવી ટીમની થઇ જાહેરાત, આ નેતાઓની થઈ બાદબાકી

પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની નવી ટીમની થઇ જાહેરાત, આ નેતાઓની થઈ બાદબાકી
પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની નવી ટીમની થઇ જાહેરાત

પ્રદેશ બીજેપી દ્વારા 4 વર્ષ બાદ પોતાની નવી પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમની જાહેરાત કરવામાં આવી

  • Share this:
ગાંધીનગર : પ્રદેશ બીજેપીએ પાર્લામેન્ટ્રી બોર્ડની નવી ટીમની જાહેરાત કરી છે. પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોનો ખૂબ મહત્વનો રોલ હોય છે. ચૂંટણી સમયે કોઇપણ ઉમેદવારના નામ પેનલ પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરતું હોય છે. 4 વર્ષ બાદ નવી જાહેર થયેલી ટીમમાં પ્રથમ વખતે એવું બન્યું હશે કે પૂર્વ પ્રમુખની બાદબાકી કરવામાં આવી છે.

પ્રદેશ બીજેપીએ પાર્લામેન્ટ્રી બોર્ડની નવી ટીમની જાહેરાત કરી છે જેમાં ઘણા નેતાને પડતા મૂકવામાં આવ્યા છે. તો ઘણા નવા સભ્યોના નામનો ઉમેરો કરવામાં આવ્યો છે. નવી પાર્લામેન્ટ્રી ટીમમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા, રાજય સરકારના કેબિનેટ મંત્રી આરસી ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાસંદ રાજેશ ચુડાસમા, જશવંતસિંહ ભાભોર,કિરીટ સોલંકી પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ, સહ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા કાનજી ઠાકોર અને મહિલા મોરચાના નવા અધ્યક્ષ જે નીમવામાં આવશે તેમનો સમાવેશ કરાયો છે.



આ પણ વાંચો - સુરત મનપા પર ભ્રષ્ટાચારનો આરોપ, ચાર લાખની ગાડીનું પાંચ વર્ષમાં 28 લાખ ભાડું બતાવામાં આવ્યું

જૂની ટીમમાંથી આનંદીબેન પટેલ રાજ્યપાલ થવાના કારણે તેમનો નવી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ભરતસિંહ પરમાર જે પ્રદેશ મહામંત્રી હતા પરંતુ હવે તેમને નવા સંગઠનમાં સ્થાન નથી મળ્યું એટલે તેમને પડતા મુકવામાં આવ્યા છે. મંગુભાઈ પટેલ, શંભુ પ્રસાદ ટુંડિયાને પણ સ્થાન મળ્યું નથી. જીતું વાઘાણીને પણ પડતા મૂકવામાં આવ્યા છે. કદાચ પ્રથમ વખત એવું બન્યું હશે કે પૂર્વ પ્રમુખને પાર્લામેન્ટ્રીમાં સ્થાન આપવામાં આવ્યું. નથી.

સૂત્રો કહી રહ્યા છે કે પ્રદેશ બીજેપીમાં શંભુ પ્રસાદ ટુંડિયા, આત્મારામ પરમાર અને રમણલાલ વોરાની આંતરિક લડાઈ ચાલી રહી છે જેમાં અન્ય દલિત નેતાઓ ફાવી ગયા છે. પ્રદેશ મહામંત્રીમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં હવે અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીને સ્થાન મળી ગયું છે.

આમ પ્રદેશ બીજેપી દ્વારા 4 વર્ષ બાદ પોતાની નવી પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જાતિગત સમીકરણ જોઈએ તો 5 પટેલ, 1 કોળી, 1 ઠાકોર,1 દલિત ,1 ક્ષત્રિય, 1 આદિવાસી અને એક મહિલાનો સમાવેશ કરી નવી ટીમ બનાવી છે.
Published by:Ashish Goyal
First published:January 21, 2021, 19:42 pm

ટૉપ ન્યૂઝ