Home /News /gujarat /

ટૂંક સમયમાં વોટ્સએપ દ્વારા મોકલી શકશો પેમેન્ટ, આવી રહ્યું છે નવું ફિચર્સ

ટૂંક સમયમાં વોટ્સએપ દ્વારા મોકલી શકશો પેમેન્ટ, આવી રહ્યું છે નવું ફિચર્સ

    વોટ્સએપ પેમેન્ટ સર્વિસ શરૂ કરવા જઇ રહી છે. આ માટે કંપનીએ ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. વોટ્સએપનું પેમેન્ટ ફીચર ઘણાં દિવસોથી ચર્ચામાં છે પરંતુ તે ક્યારે લોન્ચ થશે તે હજુ પણ એક રહસ્ય જ છે. આ વચ્ચે એવા અહેવાલો મળી રહ્યાં છે કે વોટ્સએપ પેમેન્ટ ઓપ્શન ભારતમાં આગામી મહિને લાઇવ થઇ જશે. સૂત્રોએ જણાવ્યા અનુસાર વોટ્સએપના કેટલાંક યુઝર્સ સાથે કરવામાં આવી રહેલી ટેસ્ટિંગ તેના અંતિમ ચરણમાં છે.

    એક અહેવાલ અનુસાર વોટ્સએપનું પેમેન્ટ ફિચર ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવશે. એક સૂત્રએ જણાવ્યા અનુસાર આ પ્લેટફોર્મ એક પાર્ટનર બેન્ક સાથે હાલ બીટા સ્ટેજ (ટેસ્ટિંગ)માં છે. આશા રાખવામાં આવી રહી છે કે ફેબ્રુઆરી મહિનાના અંત ભાગ સુધીમાં તેને ગ્રાહકો સુધી પહોંચાડી દેવામાં આવશે.

    વોટ્સએપ ભારતની કેટલીક લોકપ્રિય બેન્કો સાથે મળીને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(UPI) બેસ્ડ પેમ્ન્ટ પ્લેટફોર્મ ઇન્ટીગ્રેટ કરવા માટે કામ કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર હાલ વોટ્સએપે એક્સિસ, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે પાર્ટનરશીપ કરી છે.

    પે ફિચરને એક અટેચમેન્ટ સેક્શનમાં જોડવામાં આવશે અને યુઝર્સ તે જ સ્ક્રીન પરથી રૂપિયા ટ્રાન્સફર કરી શકશે. સૂત્રોએ જણાવ્યા અનુસાર આ એપ દ્વારા નાણા મોકલવા ખૂબ જ સરળ બની જશે. જો આ ફિચર હાલ બજારમાં આવશે તો પેટીએમ અને અન્ય ડિજિટલ વોલેટ્સ સામે એક પડકાર ઉભો થઇ જશે કારણકે  ભારતમાં વોટ્સએપ યુઝર્સની સંખ્યા વધારે છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Whats App

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन