આજથી ટ્રાફિકનાં નિયમો તોડશો તો આટલો દંડ થશે!

News18 Gujarati
Updated: November 1, 2019, 10:12 AM IST
આજથી ટ્રાફિકનાં નિયમો તોડશો તો આટલો દંડ થશે!
પ્રતિકાત્મક તસવીર

આજથી હેલ્મેટ વગર વાહન ચલાવશો તો રૂપિયા 500 અને લાયસન્સ વગર ચલાવતા પ્રથમવાર પકડાશો તો રૂપિયા 500 અને બીજીવાર પકડાશો તો રૂપિયા 1,000 દંડ ભરવો પડશે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં આજથી ટ્રાફિકનાં નવા નિયમની (Traffic rules) અમલવારી થવાની છે. ટ્રાફિકનાં નવા નિયમો અંગે રાજ્યના પરિવહન મંત્રી (Transport Minister R.C. Faldu) મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ હતુ કે, 1 નવેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થશે. ટ્રાફિકના નિયમના બદલાયેલા કાયદા મુજબ કડક અમલવારી કરાશે. આજથી રાજ્યમાં મોટર વ્હીકલ એક્ટનો (Motor vehicle act) નવો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે, ત્યારે જાણો ક્યા નિયમનો ભંગ કરવા બદલ કેટલો દંડ થશે.

લાયસન્સ-PUC_RC બુકRC બૂક (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) વગર કોઈ વાહન ચલાવતા પકડાશો તો પહેલી વખત રૂ. 500 અને બીજી વખત પકડાશે તો રૂ. 1,000નો દંડ થશે. રજિસ્ટ્રેશન વગર ટૂ-વ્હિલર ચલાવવા બદલ રૂ. 2000, રૂ. 3000 અને રૂ. 5000 એમ વાહનોની શ્રેણીના આધારે ત્રણ તબક્કામાં દંડને વિભાજિત કરવામાં આવ્યો છે

પાર્કિગ

આજથી તમારૂં વાહન પાર્કિંગ સિવાયના સ્થળે કે અડચણરૂપ થાય તે પ્રકારે પાર્ક કરેલું હશે તો તમારે નિયમના ભંગ બદલ પ્રથમવાર રૂપિયા 500 અને બીજી વાર રૂપિયા 1,000નો દંડ ભરવો પડશે.કાર પર ડાર્ક ફિલ્મ

જો તમારા કારના કાચ પર ડાર્ક ફિલ્મ હશે તો આજથી નવા નિયમો પ્રમાણે પ્રથમવાર દંડ 500 રૂપિયા થશે અને બીજી વાર એજ ચાલક આ નિયમના ભંગ બદલ પકડાશે તો તેમને 1,000 રૂપિયા દંડ થશે.

ચાલુ વાહને મોબાઇલ પર વાત

ચાલુ વાહને મોબાઇલ ઉપર વાત કરવા બદલ પ્રથમ વખત રૂ. 500 અને બીજી વખત રૂ.1,000નો દંડ થશે. આ દંડ ઈ-મેમો અને ફિઝિકલ તપાસ બંનેમાં લાગુ પડશે.

હેલ્મેટ

રાજ્યમાં હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રકમ રૂ. 500 કરી દેવામાં આવી છે. આનો પહેલા દંડ રૂ. 100 હતો. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1000 દંડની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકારે થોડી રાહત જાહેર કરતા દંડ ઓછો કર્યો છે. આ ઉપરાંત ટૂ-વ્હિલરમાં પાછળ બેસનારી વ્યક્તિ પાસે હેલ્મેટ નહીં હોય તો તેને કોઈ દંડ નહીં થાય.

ટ્રિપલ સવારીટ્રિપલ સવારી માટે દર વખતે 100 રુપિયાનો દંડ થશે. સીટ-બેલ્ટ વગર વાહન ચલાવવા બદલ રૂ. 500નો દંડ થશે. કેન્દ્ર સરકારના કાયદામાં રૂ. 1000ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

લાઇસન્સ વગર વાહન ચલાવશો તો 3000 રૂપિયાનો દંડ થશેલાયસન્સ વગર વાહન ચલાવા બદલ રૂ. 3000નો દંડ થશે, જો અન્ય કોઈનું વાહન હશે તો વાહનમાલિકને પણ રૂ. રૂ. 3000નો દંડ થશે.
First published: November 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading