ટ્રાફિક અને નવા કાયદાના જોક્સે સોશિયલ મીડિયા ગાંડુ કર્યું

News18 Gujarati
Updated: September 13, 2019, 2:23 PM IST
ટ્રાફિક અને નવા કાયદાના જોક્સે સોશિયલ મીડિયા ગાંડુ કર્યું
પ્રતિકાત્મક તસવીર

નવા મોટર વ્હીકલ એક્ટે (New Motor vehicle act) સોશિયલ મીડિયા (social media) ગાંડુ કર્યુ, ટ્રાફિક નિયમોના દંડ (Fine)થી વ્યથિત લોકોએ સોશિયલ મીડિયામાં ઠેકડી ઉડાવી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : નવા મોટર વ્હીકલ એક્ટનો ગુજરાતમાં 16મી સપ્ટેમ્બરથી અમલ થશે. આ અમલવારી પૂર્વે ટ્રાફિક અને દંડની રકમ વિશે સોશિયલ મીડિયામાં જાતજાતના જોક્સ વહેતાં થયા છે. લોકો હેલમેટ, PUC, સીટબેલ્ટ રોડ રસ્તાં સહિતના અનેક મુદ્દે સરકારને ટ્રોલ કરી રહ્યા છે.

કેટલાક જોક્સ
'લગ્નમાં 1-2 હજાર માણસોનો જમણવાર હોય તો આટલાં હેલમેટ ક્યાં મૂકવાના? આ પ્રશ્ન વિશે વિચારવા કરતા જમણવારમાં લાડવાને ગાઠિયા રાખવાને સૌએ પોતાના ટોપામાં જ જમી લેવાનું'

'30 રૂપીયાનું PUC ના મળે ત્યાં સુધી તમારું વાહન પ્રદૂષણ ફેલાવે છે

અને મળી જાય એટલે તરત તમારું વાહન ઓક્સિજન છોડવા માંડે છે..'

'આ દંડ વગર હેલમેટે બાઇક ચલાવાનો નહીં પરંતુ મગજ વગર વોટ આપવાનો છે... :) :) :)એવા ગગ મેપનો શું ફાયદો? કે જે ચાર રસ્તે પોલીસ ઊભી છે કે નહીં તે ન બતાવી શકે :) :)'

'ઇસરો ને હવે વિનંતી કે એકાદ પૃથ્વીયાન પણ બનાવે કે જે રોડ-રસ્તા ઉપર પડેલાં મસ મોટા ખાડાની તસવીરો લઇ અને તંત્ર અને સરકારને મોકલતું રહે જેથી તેમને ખબર તો પડે કે જ્યાં માનવ વસવાટ છે, જ્યાં વાસ્તવિક માનવ જીવન અને સજીવ સૃષ્ટિ છે, જે લોકો ટોલટેક્સ અને આજીવન રોડટેક્સ ભરે છે,ત્યાં રસ્તાઓ ની હાલત કેવી છે??

બાકી ચંદ્ર પર જઈશું ત્યાર ની વાત ત્યારે'

બધા દસ્તાવેજો હતા છતાં દંડ થયો, કારણ કે એ પ્લાસ્ટિકની થેલીમાં હતા અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે.


ખોબે ખોબે ના આપો દર્દ મને,
દર્દનો સમંદર લઈને બેઠો છું,
ભિખારી છું તારી બસ એક ચાહતનો,
બાકી ટ્રાફિકનો દંડ ભરીને બેઠો છું.

કવિ વિફર્યા છે ટ્રાફિક ના નવા નિયમો થી.....

આ પણ વાંચો : સહજાનંદ સ્વામીની તુલના શંકર ભગવાન સાથે કરશો તો જૂતા મારીશું : મહંત રાજેન્દ્ર દાસ

'આજ કાલ નિયમો બહુ સખત છે... દરેક ચાર રસ્તે હેલ્મેટ ચેકીંગ છે.
એક છોકરો ઘરે આયો તો એના હેલ્મેટ નો કાચ આછો લાલ હતો,

છાતી પર લાલ ધબ્બા...

ઘરવાળા ગભરાયા....

તાત્કાલિક બે જન સહારો આપી ઘરમાં લાયા.. એક જાણો પેપર થી હવા નાખે...
બધા ડઘાઈ ગયા કે આટલું લોહી ક્યાં થી?
છોકરા ને પૂછ્યું સુ થયું..?
કોઈ એક્સીડન્ટ થયું..?
પડી ગયો??
છોકરો બોલ્યો ના રે પ્રેક્ટિસ નથી ને હેલ્મેટ પેહરવા ની..
તો માવો થુકત્તી વખત ભૂલી ગયો કે કાચ બંધ છે
'

'બે મહિના પહેલાં જે લોકો કાશ્મીરમાં પ્લોટ ખરીદવાની વાતો કરતા હતા એ લોકો એક હેલમેટ ખરીદી લે નહીં તો અહીંનો પ્લોટ વેચાઈ જશે'

'લગાન પછી નવી ફિલ્મ આવશે ચલાન જેમાં પોલીસ અંગ્રેજો કરતાં વધારે લૂંટતી દર્શાવાશે'

'સગીર જો ગાડી ચલાવતાં પકડાશે તો જેના નામે ગાડી હશે તે જેલ જશે, આ સાંભળી લોકોએ પોતાની પત્નીઓના નામે ગાડી ટ્રાન્સફર કરી દીધી છે'

'રિચાર્જ સુધી તો બરાબર હતુ જાનુ,
પણ હવે આ મેમા ભરવા વાળો પ્રેમ આપડાથી નહીં થાય.'

ચંદ્ર પર વિક્રમે સિગ્નલ તોડતાં તેને ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો


આ પણ વાંચો : દિલ્હીમાં 4થી 15 નવેમ્બર સુધી ઑડ-ઇવન લાગુ થશે : અરવિંદ કેજરીવાલ

'જીગો ટ્રાફિક પોલીસ પાહે હેલ્મેટ પહેરી, લાઈસન્સ અને ગાડીના બધા કાગળ લઈને ગ્યો ને હવાલદાર ને પુછ્યુ સાહેબ બધા કાગળો બરાબર છેને?

હવાલદાર : હા બરાબર છે, પણ તારી ગાડી ક્યાં?

જીગો : બરાબર હોય તો હું ગાડી ઘરેથી લેતો આવું.'

'આ ટ્રાફિક નિયમ તોડે અને એ દંડ થાય
તો આપડે જે રિટર્ન ફાઇલ કરીએ તેમાં ચલણ મૂકીએ તો રીબેંટ મળે ખરી..?
નવરા બેઠા એક વિચાર આવ્યો '

'કોણ કેતુ તું કે હેલ્મેટ ના પહેરો તો મેમા ના બઉ પૈસા આપવા પડશે !

કાલુ વટ થી વગર હેલ્મેટ એ ગયો તો આજે !!'

(બસ હવે એક જ કિડની છે એને)

આ પણ વાંચો : અમદાવાદમાં ખરાબ રસ્તાઓ મામલે AMC કમિશ્નર વિજય નહેરાએ માફી માંગી

'ભાઈ ગાડી ની ચાવી આપ તો
૫ મિનિટ માં આવું.
આ રિવાજ ૧૫/૦૯/૨૦૧૯ થી સંપુર્ણ બંધ કરેલ છે જેની સર્વ મિત્રો એ નોંઘ લેવો

લી, દંડ ના ડર થી ગાડી માલિક.'
First published: September 13, 2019
વધુ વાંચો
अगली ख़बर