ગોધરામાં 325 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ગોધરામાં 325 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ગોધરામાં 325 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ફી મુદ્દે નીતિન પટેલે કહ્યું - શિક્ષણ મંત્રી વાલીમંડળ સાથે બેઠક કરી યોગ્ય નિર્ણય લેશે અને જો બેઠકમાં કંઈ નિષ્કર્ષ પર ન પહોંચી શકાય તો સરકાર નિર્ણય કરશે

 • Share this:
  ગાંધીનગર : પંચમહાલના ગોધરામાં 325 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. અગાઉ નર્મદા, નવસારી અને પોરબંદરમાં નવી મેડિકલ કોલેજ બનાવવા માટે મંજૂરી આપી હતી. નાયબ મુખ્યમંત્રીએ નીતિન પટેલે આ માહિતી આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યોમાં સરકારી મેડિકલ કોલેજની MBBSની સીટોમાં વધારો કરવા અંગેની યોજના અમલમાં મૂકી છે. જેનો લાભ લઇ ગુજરાત સરકારે એમ.બી.બી.એસ.ની બેઠકો વધારવા માટે અને દર્દીઓને વધુ સારી સારવાર અને સુવિધા મળે તે માટે દરખાસ્ત કરી હતી. રાજ્યમાં નિર્માણ થનારી આ કોલેજમાં ભારત સરકારના 60% લેખે 195 કરોડ તથા રાજ્ય સરકારના 40% લેખે 135 કરોડ રૂપિયા મળી કુલ 325 કરોડ રૂપિયાના ખર્ચે ગોધરામાં આ કોલેજ કાર્યરત થશે.

  તેમણે કહ્યું હતું કે હાલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 33 મેડીકલ કોલેજો કાર્યરત છે. ગોધરામાં નવી કોલેજના નિર્માણથી 100 બેઠકો ઉમેરાતાં હવે રાજ્યમાં અંદાજે 6000થી વધુ તબીબી શિક્ષણ માટેની બેઠકો ઉપલબ્ધ બનશે.  આ પણ વાંચો - ગુજરાત યુનિવર્સિટીમાં પેપર લીક? પરીક્ષા પહેલા જ પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયાનો NSUIનો આક્ષેપ

  કોરોના મહામારીને કારણે 6 મહિનાથી સ્કૂલો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. લોકડાઉનને કારણે વાલીઓની આર્થિક આવકને ફટકો પડ્યો હોવાથી હાલ ખાનગી સ્કૂલોની ફી ભરવાની સ્થિતિમાં નથી. આ મામલે ઉપ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી વાલીમંડળ સાથે બેઠક કરી યોગ્ય નિર્ણય લેશે અને જો બેઠકમાં કંઈ નિષ્કર્ષ પર ન પહોંચી શકાય તો સરકાર નિર્ણય કરશે.

  હાઈકોર્ટના નિર્ણય અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં સ્કૂલોની ફી અંગે આપેલા ચુકાદાની નકલ રાજ્ય સરકારને મળતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે તેઓ આ ચુકાદા સંદર્ભે બેઠક કરશે. આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેવાશે.
  Published by:Ashish Goyal
  First published:September 19, 2020, 22:20 pm

  टॉप स्टोरीज