Covid-19 Guidelines in Gujarat: ધોરણ 1 થી 9ની સ્કૂલોમાં 31 જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણ બંધ, રાજ્યના 10 શહેરમાં 10થી 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ
Covid-19 Guidelines in Gujarat: ધોરણ 1 થી 9ની સ્કૂલોમાં 31 જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણ બંધ, રાજ્યના 10 શહેરમાં 10થી 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ
નવી ગાઇડલાઇન્સ પ્રમાણે આગામી 31 જાન્યુઆરી 2022 સુધી આ નવો આદેશ લાગૂ રહેશે.
Covid 19 Guidelines in Gujarat - ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા નવા રાજ્ય સરકાર દ્વારા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા, 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં (Corona cases in Gujarat)વધારો થતા નવા રાજ્ય સરકારો દ્વારા નવા નિયંત્રણો (Covid-19 Guidelines in Gujarat)લાગુ કરવામાં આવ્યા છે. નવી કોવિડ ગાઇડલાઇન્સ (Covid-19 Guidelines)પ્રમાણે ધોરણ 1 થી 9 ની સ્કૂલો જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઇન શિક્ષણ ચાલું રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel)નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ કરવામાં આવ્યો છે.
નવી ગાઇડલાઇન્સ પ્રમાણે આગામી 31 જાન્યુઆરી 2022 સુધી આ નવો આદેશ લાગૂ રહેશે. જેમાં રાજ્યભરની ધોરણ 1થી 9ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ રાખવામાં આવ્યું છે.
નાઈટ કર્ફ્યૂનો સમય હવે 10 રાત્રે થી સવારે 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે
આ સિવાય નાઈટ કર્ફ્યૂનો સમય હવે 10 રાત્રે થી સવારે 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ 70% ક્ષમતા સાથે ખુલ્લી રાખવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.