Home /News /gujarat /IIT, IIM, JEE અને NEET પરીક્ષાના કોચિંગ માટે ચાર ઝોનમાં નવા કોચિંગ ક્લાસ શરૂ કરાશે

IIT, IIM, JEE અને NEET પરીક્ષાના કોચિંગ માટે ચાર ઝોનમાં નવા કોચિંગ ક્લાસ શરૂ કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બજેટ સેશન દરમિયાન વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બજેટ સેશન દરમિયાન વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બજેટ સેશન દરમિયાન વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના વિદ્યાર્થીઓ IIT, IIM, JEE અને NEET જેવી પરીક્ષામાં બેસીને ઉચ્ચ કારકિર્દી ઘડી શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે ખાસ કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવશે.

અમદાવાદ-ગાંધીનગર જિલ્લામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોચિંગના પ્રશ્નની ચર્ચા દરમ્યાન મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે આવી રાષ્ટ્રીયસ્તરની પરીક્ષાઓમાં રાજ્યના વિદ્યાર્થીઓ બેસી શકે અને ઉચ્ચ કારકિર્દી ઘડી શકે એ માટે સૌ પ્રથમવાર આ વર્ષના અંદાજપત્રમાં જોગવાઈ કરીને આવા કોચિંગ ક્લાસ શરૂ કરવાનું આયોજન કરાયું છે. જેમાં તાલીમ મેળવીને ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાના ક્વૉટામાં પ્રવેશ મેળવી શકશે.
" isDesktop="true" id="1082695" >

આ પણ વાંચો - બંગાળ ચૂંટણી : મંચ પર નરેન્દ્ર મોદીને પગે લાગવા કાર્યકર્તા આગળ આવ્યો, તો પીએમ તેના પગે પડી ગયા

આવા કોચિંગ ક્લાસમાં અભ્યાસક્રમ મુજબ તાલીમ આપીને રાજ્ય સરકાર પરીક્ષા લેશે અને ત્યારબાદ તેના આધારે તેઓ આવી પરીક્ષામાં બેસશે અને ગુજરાતનો ક્વૉટા જળવાય એવા પ્રયાસો રાજ્ય સરકાર કરશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Coaching classes, Exams, JEE, Neet, આઇઆઇએમ, આઇઆઇટી

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन