Home /News /gujarat /Shocking! રોડ એક્સિડન્ટમાં નેટફ્લિક્સની ઓરિજિનલ સિરીઝ The Choosen One નાં બે એક્ટર્સનું મોત, છ ક્રૂમેમ્બર્સ ઇજાગ્રસ્ત
Shocking! રોડ એક્સિડન્ટમાં નેટફ્લિક્સની ઓરિજિનલ સિરીઝ The Choosen One નાં બે એક્ટર્સનું મોત, છ ક્રૂમેમ્બર્સ ઇજાગ્રસ્ત
નેટફ્લિક્સની ઓરિજિનલ સિરિઝ 'ધ ચૂઝન વન'
The Choosen One: ધ ચૂઝન વન એ નેટફ્લિક્સની ઓરિજિનલ સિરીઝ છે જે બાદ ફિલ્મિંગ કંપની રેડ્રમે પ્રોડક્શને શૂટિંગ બંધ રાખ્યું છે. નેટફ્લિક્સ દ્વારા હજુ સુધી આ અકસ્માત અંગે કોઈ નિવેદન આરવામાં આવ્યું નથી. અકસ્માત 16 જૂનના રોજ મેક્સિકોના કેલિફોર્નિયા સુર પેનિન્સુલા નજીક વેન પૂરપાટ ઝડપે જતી હતી અને અચાનક જ કંટ્રોલ ગુમાવતા વેન ઉથલી પડી હતી ત્યારે થયો હતો.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: નેટફ્લિક્સ (Netflix)ની ઓરિજિનલ સીરઝ 'ધ ચૂઝન વન' (The Choosen One)નાં બે એક્ટર્સનું રોડ એક્સિડન્ટમાં મોત થઇ ગયુ છે.આ અક્સ્માત મેક્સિકોમાં થયો હતો. જેમાં શૉનાં 8 મેમ્બર્સ એક લોકલ એરપોર્ટ પર જઇ રહ્યાં હતાં તે સમયે તેમની ગાડીને અકસ્માત નડ્યો હતો. જેમાં રૈમુંડો ગાર્ડુનો ક્રૂઝ અને જુઆના ફ્રાંસિસ્કો ગોંજાલેજનું ઘટના સ્થળે જ મોત થઇ ગયુ હતું. આ ઘટના 16 જૂનનાં એક રણનાં રોડ પર બની હતી. અચનાક જ વેન પલટી ખાઇ ગઇ હતી. અને તમામ લોકોનાં જીવ પડીકે બંધાઇ ગયા હતાં.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ધ ચૂઝન વન એ નેટફ્લિક્સની ઓરિજિનલ સિરીઝ છે જે બાદ ફિલ્મિંગ કંપની રેડ્રમે પ્રોડક્શને શૂટિંગ બંધ રાખ્યું છે. નેટફ્લિક્સ દ્વારા હજુ સુધી આ અકસ્માત અંગે કોઈ નિવેદન આરવામાં આવ્યું નથી. અકસ્માત 16 જૂનના રોજ મેક્સિકોના કેલિફોર્નિયા સુર પેનિન્સુલા નજીક વેન પૂરપાટ ઝડપે જતી હતી અને અચાનક જ કંટ્રોલ ગુમાવતા વેન ઉથલી પડી હતી ત્યારે થયો હતો.
રૈમુંડો ગાર્ડુનો ક્રૂઝ અને જુઆના ફ્રાંસિસ્કો ગોંજાલેજનું ઘટના સ્થળે જ મોત
સિરીઝના 2 એક્ટર્સનું મોત કેલિફોર્નિયાના કલ્ચર્લ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે એક્ટર રેમુંડો ગાર્ડુનો ક્રૂઝ તથા જુઆન ફ્રાંસિસ્કો ગોઝાલેઝનું અવસાન થયું છે અને છ લોકો ઘાયલ થયા છે, જેમાં બે કાસ્ટ મેમ્બર્સ તથા ચાર ક્રૂ મેમ્બર્સ છે. આ તમામની તબિયત હાલમાં સ્થિર છે.
કોમિક બુક 'અમેરિકન જીસસ' પર આધારિત છે 'ધ ચોઝન વન' બ્રાઝિલિયન થ્રિલર સિરીઝ છે. પહેલી સિઝન 2019માં આવી હતી. આ સિરિઝ કોમિક બુક 'અમેરિકન જીસસ' પર આધારિત છે. નેટફ્લિક્સે સિરીઝના ડિસ્ક્રિપ્શનમાં કહ્યું હતું, એક 12 વર્ષીય છોકરાને જાણ થાય છે કે તે ઈસુનો અવતાર છે અને તે માનવજાતિને બચાવવા માટે આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર