ગાંધીનગર,નવસારીઃ પાટીદારોને રિવર્સ દાંડીયાત્રાની મંજુરી ન મળી હોવા છતાં 13મી સપ્ટેમ્બરથી રેલી કાઢવા મક્કમ છે. ત્યારે હાર્દિક પટેલે સરકારથી થાય એ કરે, રિવર્સ દાંડીયાત્રા નીકળસે જ તેવી ધમકી ઉચ્ચારી જણાવ્યું છે કે, યાત્રાના પ્રારંભમાં 78 લોકો તેની સાથે જોડાશે. પાટીદાર મહિલાઓના ટેકાથી તેની હિંમત વધી હોવાનું પણ તેણે જણાવ્યું હતું.
ગાંધીનગર,નવસારીઃ પાટીદારોને રિવર્સ દાંડીયાત્રાની મંજુરી ન મળી હોવા છતાં 13મી સપ્ટેમ્બરથી રેલી કાઢવા મક્કમ છે. ત્યારે હાર્દિક પટેલે સરકારથી થાય એ કરે, રિવર્સ દાંડીયાત્રા નીકળસે જ તેવી ધમકી ઉચ્ચારી જણાવ્યું છે કે, યાત્રાના પ્રારંભમાં 78 લોકો તેની સાથે જોડાશે. પાટીદાર મહિલાઓના ટેકાથી તેની હિંમત વધી હોવાનું પણ તેણે જણાવ્યું હતું.
ગાંધીનગર,નવસારીઃ પાટીદારોને રિવર્સ દાંડીયાત્રાની મંજુરી ન મળી હોવા છતાં 13મી સપ્ટેમ્બરથી રેલી કાઢવા મક્કમ છે. ત્યારે હાર્દિક પટેલે સરકારથી થાય એ કરે, રિવર્સ દાંડીયાત્રા નીકળસે જ તેવી ધમકી ઉચ્ચારી જણાવ્યું છે કે, યાત્રાના પ્રારંભમાં 78 લોકો તેની સાથે જોડાશે. પાટીદાર મહિલાઓના ટેકાથી તેની હિંમત વધી હોવાનું પણ તેણે જણાવ્યું હતું. હાર્દિકે કલેક્ટરની મંજૂરી ન હોવા છતાં રેલી યોજવા મક્કમતા દર્શાવી છે. અને ગુજરાતની જનતાને પગે લાગી અનામત માટે વિરોધ ન કરી સહયોગ આપવા અપીલ કરી છે.
જ્યારે બીજી તરફ સુત્રોના હવાલાથી જાણવા મળ્યા મુજબ રિવર્સ દાંડીયાત્રાને રાજ્ય સરકાર કોઇપણ સંજોગે મંજુરી નહી આપે તેમજ આજે મોડી રાત સુધીમાં સત્તાવાર જાહેરાત કરાય તેવી સંભાવના છે.
નવસારી પાટીદાર અનામત આંદોલન રીવર્સ રેલીની મંજુરી ન હોવા છતા પણ તારીખ 13 સપ્ટેંબરના રોજ પાટીદારો દાંડી ખાતેથી રેલી કાઢવાના હોવાની તૈયારી કરતા હોય અને તેની સામે સ્થાનીક કાંઠા વિસ્તારના લોકો પણ પડકાર રૂપ પ્રતીકાર રેલીની માંગ કરી આક્રમક જણાતા નવસારીમા કાયદો અને વ્યવસ્થા જાળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે. જેમા ડીએસપી કક્ષાના 2 અધિકારી સહીત 6 ડીવાયએસપી , 19 જેટલી બીએસએફ ની ટુકડી સહીત પેરા મીલેટ્રી એસ.આરપી ની અનેક ટુકડી ઓ નવસારીમા ઉતારવામા આવી છે અને કાયદો વ્યવસ્થા લજવાઈ રહે એમાટે ના પુરતા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા છે.
નવસારીથી દાંડી માર્ગ બંધ,ઇન્ટરનેટ પણ થશે બંધ
નવસારીઃ આવતી કાલથી પાટીદારો દ્વારા યોજાનાર રિવર્સ દાંડી યાત્રાને લઇને ઓળખ બાદ જ લોકોને માર્ગો પર પ્રવેશ અપાશે. મુખ્યમાર્ગો પર પ્રવેશ બંદી કરી દેવાઇ છે. નવસારીથી દાંડી જતો રોડ બંધ કરાયો છે. તેમજ નવસારી જિલ્લામાં આજે રાત્રે 12 વાગ્યાથી 24કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવા રાજ્ય સરકાર દ્વારા સુચના અપાઇ છે. સોશિયલ એપલિકેશન અને સોશિયલ વેબસાઈટો બંધ રહેશે.
સંઘર્ષ થવાની સેવાતી ભિતી
અમરેલીઃ પાટીદારોએ અનામત આંદોલન માટે તો કોળી સમાજ દ્વારા પ્રતિકાર માટે રેલીની મંજૂરી માંગવામાં આવી છે. ત્યારે કાંઠાના 70 ગામો અને પાટીદારો સંઘર્ષમાં ઉતરી તેવી ભીતિ સેવાઇ રહી છે. તો બીજી તરફ ઓબીસી મંચ દ્વારા પણ રેલી યોજવા માટે તૈયારીઓ શરૂ કરાઇ હોવાનું જાણવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર