ફાયદાના ચક્કરમાં મોંઘો પડ્યો ફોન, 40 હજાર ગ્રાહકોને ચૂકવવી પડી કિંમત

News18 Gujarati
Updated: January 22, 2018, 10:48 PM IST
ફાયદાના ચક્કરમાં મોંઘો પડ્યો ફોન, 40 હજાર ગ્રાહકોને ચૂકવવી પડી કિંમત

  • Share this:
વનપ્લસના ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સિસ્ટમમાં આવી રહેલ સમસ્યાના કારણે આને બંધ કરી દેવામાં આવ્યું છે. હવે કંપનીએ પોતે આ વાતની સ્પષ્તા કરતા જણાવ્યું છે કે, સાઈબર એટેકના કારણે 40 હજાર કસ્ટમર્સના ક્રેડિટ કાર્ડની જાણકારી લીક થઈ છે. તેમનું કહેવું છે કે, કંપનીની વેબસાઈટ OnePlus.netને હેક કરવામાં આવી છે, જેના કારણે યૂઝર્સના કાર્ડની જાણકારી લીક થઈ છે.

OnePlusએ પોતાના યૂઝર્સે કહ્યું છે કે, તેઓ પોતાના ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટને ચેક કરે. જો કોઈ રીતનું ખોટું ટ્રાન્જેક્શન જોવા મળે છે તો તેની જાણકારી કંપનીને આપી દે. કંપની અનુસાર, આવા બધા જ ગ્રાહકોને ઈ-મેલ મોકલવામાં આવ્યો છે, જેમના ક્રેડિટ કાર્ડની જાણકારી ચોરી થવાની શક્યતા છે.

વનપ્લસે ક્રેડિટ કાર્ડ ડિટેલ્સ ચોરી થવા પર ક્રેડિટ કાર્ડ પેમેન્ટને બંધ કરી દીધું છે. કંપનીનું કહેવું છે કે, ઓનલાઈન સ્ટોર પર પ્રોડક્ટ ખરીદતા સમયે કોઈપણ કસ્ટમર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકશે નહી. કંપનીના ઓનલાઈન ફોરમમાં લખવામાં આવ્યું છે કે, અમારી એક સિસ્ટમ પર સાઈબર હુમલો થયો છે અને પેમેન્ટ પેજ કોડમાં ખોટા ઈરાદાથી એક સ્ક્રિપ્ટ નાંખી દેવામાં આવી છે, જે ક્રેડિટ કાર્ડની જાણકારી ભરતી સમયે તેને ટ્રેક કરતી રહે છે.

પાછલા અઠવાડિયે કેટલાક યૂઝર્સે ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી કે, વનપ્લસની વેબસાઈટથી ખરીદી કર્યા બાદ તેમના ક્રેડિટ કાર્ડમાં ફ્રોડ ટ્રાન્જેક્શન રિક્વેસ્ટ આવી રહી છે.
First published: January 22, 2018, 10:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading