IND VS NZ: ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટમાં 1055 દિવસથી નથી મારી સદી, વાઇસ કેપ્ટને સેન્ચ્યૂરી અંગે આપ્યું નિવેદન

ચેતેશ્વર પૂજારાએ ભારત ન્યૂઝીલેન્ડની ટેસ્ટ પહેલાં સદી અંગે નિવેદન કર્યુ છે.

IND VS NZ: ભારત-ન્યૂઝીલેન્ડની ટેસ્ટમાં વાઇસ કપ્તાન ચેતેશ્વર પૂજારાએ (cheteshwar Pujara) ક્યા ખેલાડી રમશે તેના અંગે પણ ચર્ચા કરી. ન્યૂઝીલેન્ડ માટે આડકતરી ચેતવણી

  • Share this:
    IND vs NZ Test Series: આગામી 25મી નવેમ્બરને ગુરૂવારથી શરૂ થવાની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી (IND vs NZ Test Series) પહેલાં આજે ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન ચેતેશ્વર પૂજારાએ (cheteshwar Pujara)એ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. મંગળવારે યોજાયેલી વર્ચ્યૂઅલ પ્રેસ કોન્ફરન્સમાં વાઇસ કેપ્ટન પૂજારાએ પોતાના સદીના રેકોર્ડ તેમજ સિરીઝ અંગે મુક્ત મને વાત કરી હતી. સિરીઝ પહેલા ટીમ માટે માઠા સમાચાર એ આવ્યા છે કે કે.એલ. રાહુલ (K.L.Rahul Ruled out from Team India) ઈજાના કારણે સિરીઝ ગુમાવી છે. રાહુલના સ્થાને સૂર્ય કુમાર યાદવનો (Surya Kumar Yadav included in IND vs NZ Test Team) ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે

    ઉપકપ્તાન ચેતેશ્વર પૂજારાએ 1055 દિવસથી ટેસ્ટમાં સદી મારી નથી. છેલ્લી સદી ઓસ્ટ્રેલિયા સામે હતી જેનો સ્કોર 193 રન હતો. ત્યારબાદ પૂજારાએ 22 મેચ રમી છે પરંતુ તેના બેટમાંથી સદી નીકળી નથી. કાનપુર મેચ પહેલાં પૂજારાએ સદીનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

    હું 50-60 રન મારી રહ્યો છું, સદી પણ આવશે'

    પૂજારાએ વર્ચ્યૂઅલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હું 50-60 રન મારી રહ્યો છું, મારા બેટમાંથી રન નીકળી રહ્યા છે એટલે ચિંતાનો વિષય નથી સદી પણ લાગશે. ભારતની કન્ડિશમાં આ સદી દૂર નથી. હું અને કેપ્ટન રહાણે જલદી સદી મારીશું'

    'ગીલ રમી રહ્યો છે પરંતુ ક્યાં સ્થાને એ નહીં કહી શકું'

    ટેસ્ટ ટીમમાં શુબમન ગીલ મયંક અગ્રવાલ અને તાજેતરમાં જ સૂર્ય કુમાર યાદવની પણ એન્ટ્રી થઈ છે. સૂર્ય કુમાર યાદવને કે.એલ. રાહુલના સ્થાને એન્ટ્રી આપવામાં આવી છે. જ્યારે કે.એલ. રાહુલ ઈજાના કારણે બહાર થયો છે. પૂજારાએ કહ્યું કે ગીલ રમી રહ્યો છે એ પાક્કુ છે પરંતુ ક્યા સ્થાને એ નહીં કહી શકું.

    આ પણ વાંચો : IND vs NZ Test Series:ટેસ્ટ સિરીઝ પહેલાં કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત, શ્રેણીમાંથી બહાર, કાનપુરની પીચે ઉડાવ્યા ભારત- ન્યૂઝીલેન્ડના હોંશ!

    રાહુલ દ્રવિડ સાથે કામ કરવાનો અનુભવ

    પૂજારાએ જણાવ્યું કે રાહુલ દ્રવિડ સાથે કામ કરવાનો અનુભવ સારો રહેશે. અગાઉ પણ એ-ટીમના પ્રવાસો વખતે રાહુલ ભાઈ સાથે કામ કર્યુ છે. તેમનો એક ખેલાડી અને સ્પોર્ટ્સપર્સન તરીકેનો બહોળો અનુભવ છે. તેઓ નવા ખેલાડીઓ સાથે કામ કરી ચુક્યા છે અને સૌની ક્ષમતાથી વાકેફ છે. ટીમને તેમની પાસેથી ઘણું શીખવા મળશે.

    કેપ્ટન રહાણે એક ઇનિંગ દૂર છે

    કેપ્ટન અજિંક્ય રહાણેનું ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય છે. જોકે, વાઇસ કેપ્ટન પૂજારા કહે છે કે દરેક ખેલાડીના જીવનમાં ચઢ ઉતર થયા કરે છે. મને લાગે છે તે ફક્ત એક જ ઈનિંગ દૂર છે અને તેનું ફોર્મ પરત આવી જશે. તેને પોતાની રમત પર વિશ્વાસ છે

    આ પણ વાંચો : Virat Kohli: અનુષ્કાએ પતિના ફોટો પર કરી કોમેન્ટ, વિરાટ કોહલીએ એવો જવાબ આપ્યો કે મચી ગઈ ધમાલ

    ભારતની ટીમ

    અજિંક્યા રહાણે (કેપ્ટન) ચેતેશ્વર પૂજારા (વાઇસ કેપ્ટન) મયંક અગ્રવાલ, શુબમન ગીલ, સૂર્યા કુમાર યાદવ, શ્રેયસ ઐયર, રિદ્ધીમાન સાહા,એસ. ભરત, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, અક્ષર પટેલ,
    ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાઝ, જયંત યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા
    Published by:Jay Mishra
    First published: