એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત બાદ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટુ ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું છે. જેમાં છાશવારે કોઇને કોઇ સેલિબ્રિટીઝ ઝડપાઇ રહ્યાં છે. એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો)એ ગત શનિવારે મુંબઈના મીરા રોડ સ્થિત એક હોટલમાં રેડ પાડી હતી. જેમાં એક સાઉથની એક્ટ્રેસને ઝડપાઇ હતી. સોમવારે આ અભિનેત્રીનું નામ ખુલ્યું હતું. તેનું નામ શ્વેતા કુમારી (Shweta Kumari) તરીકે થઈ છે. આ વાતની પૃષ્ટી એનસીબી(NCB)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Vankhede)એ કરી છે. સોમવારે શ્વેતા સાથે દિવસ દરમિયાન પુછપરછ કર્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. શ્વેતાની આ પુછપરછ 400 ગ્રામ એમડીના મામલામાં થઈ રહી હતી.

કન્નડ એક્ટ્રેસ, શ્વેતા કુમારી
તપાસ દરમિયાન એનસીબી (NCB)ની ટીમે શ્વેતા સિવાય રંગે હાથે ડ્રગ પેડલર ચાંદ મોહમદ(Chand Mohmad)ને પણ ઝડપી પાડ્યો હતો જ્યારે ડ્રગ સપ્લાયર સાઈદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અભિયાનમાં એનસીબી(NCB)એ આશરે રોકડા નાણા સાથે 400 ગ્રામ એમડી કબજે કર્યું હતું. એક્ટ્રેસ શ્વેતા કુમારી (Shweta Kumari) હજુ માત્ર 20 વર્ષની છએ. તેણે થોડા સમય પહેલાં જ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેથી તેનું ઇન્ડસ્ટ્રીમાં મોટુ નામ નથી. તેણે ફિલ્મોમાં નાના મોટા રોલ અદા કર્યા છે. હવે એનસીબી (NCB) શ્વેતા પાસેથી આ કેસ સાથે સંકળાયેલા વધુ લોકોના નામ જાણવાનો પ્રયાસ કરશે.
ઉલ્લેખનીય છે કે, 14 જૂન 2020 ના રોજથી બોલીવુડના અભિનેતા સુશાંતની આત્મહત્યાના કેસમાં ડ્રગ સંબંધમાં અત્યાર સુધી 30 કેસમાં 92 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એનસીબીએ વર્ષ 2017માં 30 કેસ નોંધ્યા હતા, પરંતુ માત્ર 38 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ જ રીતે, વર્ષ 2018 માં, 25 કેસ નોંધાયા હતા અને 55 લોકોની ધરપકડ કરવામાં આવી હતી
Published by:Margi Pandya
First published:January 05, 2021, 17:56 pm