નયનતારા સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તે અભિનેત્રી બનવા માંગતી ન હતી, પરંતુ કહેવાય છે ને કે બધુ સારા માટે જ થાય છે. નયનતારા સાથે પણ કંઈક આવું જ થયું છે. 18 નવેમ્બર, 1984ના રોજ બેંગ્લોરમાં જન્મેલી નયનતારાએ દિલ્હી અને ગુજરાત (જામનગર)ની શાળાઓમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. કોલેજના દિવસો દરમિયાન તે મૉડલિંગ કરતી હતી. આ દરમિયાન જ તેને પહેલી ફિલ્મ 'માનસિનક્રે'ની ઑફર મળી હતી. જોકે નયનતારાએ એક્ટિંગમાં રસ ન હોવાને કારણે આ ફિલ્મ તેણે નકારી દીધી હતી પરંતુ પછીથી હા પાડી અને આ ફિલ્મ જોરદાર હિટ સાબિત થઈ હતી.
આ ફિલ્મની સફળતા બાદ નયનતારા આ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બની ગઈ અને અત્યાર સુધીમાં તેણે 75થી વધુ ફિલ્મો કરી છે. નયનતારા આજે સાઉથ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. તેનું અસલી નામ ડાયના મરિયમ કુરિયન છે. તેમના માતા-પિતા કુરિયન કોડિયાટ્ટુ અને ઓમ્ના કુરિયન છે.
નયનતારાનું વૈભવી જીવનશૈલી
નયનતારા રિયલ લાઈફમાં લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે. લક્ઝરી કારથી લઈને હૈદરાબાદમાં તેની પાસે બે આલીશાન બંગલા પણ છે અને તેની નેટવર્થ કરોડોમાં છે. સૌથી પહેલા નયનતારાની નેટવર્થ જાણી લો.
નેટવર્થ
TOI અનુસાર નયનતારાની કુલ સંપત્તિ $10 મિલિયન છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે રૂ. 71 કરોડ છે. નયનતારા તેની એક ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા લે છે. અહી નોંધનીય છે કે, વર્ષ 2018માં નયનતારાનો સિતારો બુલંદ થયો હતો અને તે ફોર્બ્સ ઈન્ડિયાની 'સેલિબ્રિટી 100' લિસ્ટમાં સામેલ થનારી પ્રથમ દક્ષિણ ભારતીય અભિનેત્રી હતી.
લક્ઝરી કાર કલેક્શન
નયનાતારા પાસે BMW X5, Audi Q7, Road Ranger, BMW 7 સિરીઝ અને Mercedes Benz GLS 350 D સહિત અનેક લક્ઝરી કાર છે.
હૈદરાબાદમાં બે લક્ઝરી એપાર્ટમેન્ટ
નયનતારાના હૈદરાબાદમાં બે લક્ઝરી એપાર્ટમેન્ટ ધરાવે છે. આ મકાન કોઈ 5 સ્ટાર હોટલથી ઓછા નથી. ઘરના દરેક ખૂણાને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે. આ ઘરના ઈન્ટિરિયર પર ડાઈનિંગ એરિયા અને લિવિંગ રૂમથી લઈને બેડરૂમ સુધી ઘણો ખર્ચ કરવામાં આવ્યો છે. ઘરની સજાવટમાં મોંઘા ઝુમ્મર લગાવવામાં આવ્યા છે.
નયનાતારા ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને અભિનેતા વિગ્નેશ શિવનને 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ આજે એટલે કે 9 જૂનના રોજ લગ્ન કર્યા છે. મે 2021માં તેમની સગાઈ થઈ હતી. સાઉથ ઈન્ડસ્ટ્રીની સાથે બોલિવૂડના કિંગ ખાન (શાહરૂખ ખાન) પણ તેમના લગ્નમાં પહોંચ્યા હતા.
અહી ઉલ્લેખનિય છે, વિગ્નેશ શિવનની નેટવર્થ 50 કરોડ છે. તે એક ફિલ્મ માટે 1થી 3 કરોડ અને ગીત લખવા માટે 1 થી 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જો બંનેની નેટવર્થ ભેગી કરવામાં આવે તો તે 130 કરોડ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર