નવસારીઃ નવસારીમાં લગ્નની લાલચ આપીને ભાજપના સભ્ય દ્વારા વિધવાનું શોષણ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ પોતાનું શોષણ કર્યા બાદ ભાજપના સભ્યએ દગો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે આરોપી શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જણાવ્યું કે તે આરોપી શખ્સને 2019થી ઓળખે છે અને તેના પતિના મૃત્યુ બાદ બન્ને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને પછી શારીરિક સંબંધો પણ તેમની વચ્ચે હતા.
નવસારીના ચિખલીમાં ભાજપના તાલુકા પંચાયતના સભ્ય સામે બળાત્કારનો ગુનો નોંધાયો છે. રોબિન પટેલ નામના શખ્સ દ્વારા વિધવા સાથે મિત્રતા કેળવ્યા બાદ શારીરિક સંબંધ બાંધીને શોષણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
રોબિન નામના શખ્સે વિધવા મહિલાને લગ્નની લાલાચ આપીને ઘણી વખત તેની સાથે શારીરિક સંબંધો બાધ્યા હતા. આ પછી તેણે લગ્નની ના પાડતા વિધવાએ રોબિન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રોબિનની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
વિધવાએ જણાવી પોતાની વ્યથા
ફરિયાદ નોંધાવનારી મહિલાએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું કે, 2019માં મારા પતિ ગુજરી ગયા હતા અને તે પછી રોબિન સાથે મારું લફરું હતું. તેણે લગ્નની લાલચ આપીને મારી સાથે આજ સુધી શારીરિક સંબંધ રાખ્યા હતા. લગ્ન કરી લઈશું-કરી લઈશું તેવું તેણે કહ્યું હતું પરંતુ લગ્ન કર્યા નહીં. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણીને મહિલાએ રોબિન પટેલ નામના યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
" isDesktop="true" id="1315268" >
પોલીસે આ અંગે શું કહ્યું?
કેસ અંગે વાત કરીને નવસારી પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા પરંતુ પછી લગ્ન કર્યા નહોતા. જેના અનુસંધાનમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે રોબિન નામના યુવકની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી દીધી છે.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર