Navratri 2021: નવરાત્રીમાં અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર, જાણો નવો સમય

નવરાત્રીમાં અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

Navratri 2021- દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ખુલ્લુ જ રહેશે જેથી શ્રદ્ધાળુઓ નવરાત્રીના દિવસોમાં માતાજીના દર્શનનો લાભ લઈ શકશે. 7 ઓકટોબરને ગુરુવારે નવરાત્રીના પ્રથમ દિવસે નીજ મંદિરમાં ઘટ સ્થાપના પણ કરાશે

  • Share this:
    મહેન્દ્ર અગ્રવાલ, અંબાજી : નવરાત્રી (Navratri 2021) મહોત્સવના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે જેના નામે વિશ્વભરમાં ગરબા રમાય છે તેવી માં અંબાના મૂળ સ્થાન શક્તિપીઠ અંબાજી (Ambaji)ખાતે બીજા વર્ષે પણ નવરાત્રી ગરબા (Navratri Garba)મહોત્સવ મનાવવામાં આવશે નહીં. હાલમાં કોરોનાની મહામારીના (corona epidemic)કારણે સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે અંબાજીમાં ચાચર ચોકમાં (Chachar Chowk)ગરબા રમી નહી શકાય.

    આગામી તારીખ 7 ઓકટોબરને ગુરુવારથી માં અંબેનો ચાચર ચોક ખૈલેયાઓ વગર સુમસાન જોવા મળશે. જોકે દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ જ રહેશે જેથી શ્રદ્ધાળુઓ નવરાત્રીના દિવસોમાં માતાજીના દર્શનનો લાભ લઈ શકશે. 7 ઓકટોબરને ગુરુવારે નવરાત્રીના પ્રથમ દિવસે નીજ મંદિરમાં ઘટ સ્થાપના પણ કરાશે. નવરાત્રી દરમિયાન ભાવિકોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે દર્શન અને આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

    ગુરુવારે ઘટ સ્થાપન

    ઘટ સ્થાપન આસો સુદ એકમને 7 ઓકટોબરે ગુરુવારે સવારે 10.30 કલાકે શરુ કરવામાં આવશે. જ્યારે 13 ઓક્ટોમ્બરે દુર્ગાષ્ટમીના દિવસે સવારની આરતી 6.00 કલાકે અને જવારા ઉત્થાપન 11.10 કલાકે થશે.

    આ પણ વાંચો - 7 ઓક્ટોબરથી શરૂ થશે નવરાત્રી, જાણો ક્યારે છે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

    નવરાત્રીના દિવસોમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

    સવારે આરતી — 7.30 થી 8.00
    સવારે દર્શન – 8.00 થી 11.30
    બપોરે દર્શન - 12.30 થી 4.15
    સાંજે આરતી - 6.30 થી 7.00
    સાંજે દર્શન - 7.00 થી રાત્રીના 9.00 કલાક સુધી

    મહેશભાઈ પંડ્યા (Maheshbhai Pandya) (પ્રમુખ, નવ યુવક પ્રગતિ મંડળ - અંબાજી)એ જણાવ્યું હતું કે, જોકે રાજ્ય સરકારે 400 માણસો સુધીની પરવાનગી આપી છે પણ આપ જે ફાઈલ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જોતા શક્તિપીઠ અંબાજી મંદિર ચાચરચોકમાં હજારોની મેદની જોવા મળી રહી છે ને આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તો કોરોનાનું સંક્ર્મણ ફેલાવાની શક્યતા રહેલી હોવાથી છેલ્લા 60 વર્ષથી મંદિર ચાચરચોકમાં ગરબાનું આયોજન કરતુ નવયુવક પ્રગતિ મંડળ આ વખતે સતત બીજા વર્ષે પણ ગરબાનો કાર્યક્રમ નહીં યોજવા નિર્ણય લીધો છે.

    અંબાજી મંદિર ભટ્ટજી મહારાજ જયશીલભાઈ ઠાકરે (Ambaji temple Bhattaji Maharaj jayshilbhai Thakar)જણાવ્યું હતું કે, ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ ભલે મુલતવી રખાયો હોય પણ નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું જ રહેશે અને દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઈ શકશે, પ્રથમ નવરાત્રીએ નિજ મંદિરમાં શુભ મુહર્તમાં ઘટ સ્થાપન કરી, જવેરા વાવવાનો કાર્યક્રમ પણ પરંપરાગત રીતે યોજાશે.
    Published by:Ashish Goyal
    First published: