ગાંધીનગરમાં આજથી નેશનલ સ્પીકર કોન્ફરન્સનો પ્રારંભ

News18 Gujarati | News18
Updated: January 21, 2016, 3:01 PM IST
ગાંધીનગરમાં આજથી નેશનલ સ્પીકર કોન્ફરન્સનો પ્રારંભ
ગાંધીનગરઃ ગાંધીનગરમાં આજથી ઓલ ઈન્ડિયા પ્રીસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. ગુજરાત વિધાનસભાના યજમાન પદે 78મી કોન્ફરન્સનું ગુજરાતમાં આયોજન કરાયું છે. જેમાં વિવિધ રાજ્યોના 70 સ્પીકર, ડે.સ્પીકર ભાગ લેશે. 350થી વધુ અધિકારીઓ હાજર રહેશે.

  • News18
  • Last Updated: January 21, 2016, 3:01 PM IST
  • Share this:
ગાંધીનગરઃ ગાંધીનગરમાં આજથી ઓલ ઈન્ડિયા પ્રીસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. ગુજરાત વિધાનસભાના યજમાન પદે 78મી કોન્ફરન્સનું ગુજરાતમાં આયોજન કરાયું છે. જેમાં વિવિધ રાજ્યોના 70 સ્પીકર, ડે.સ્પીકર ભાગ લેશે. 350થી વધુ અધિકારીઓ હાજર રહેશે.

conf

સંસદ, વિધાનસભા પરિષદોના પ્રમુખો-અધિકારીઓ ભાગ લેશે. વિચાર વિનીમય પરસ્પર સંવાદના હેતુથી કોન્ફ.નું આયોજન કરાયું છે.બદલાતા સમયમાં કાયદાઓમાં સુધાર જરૂરી હોવાથી કાયદાઓમાં સુધારને લઈ કોન્ફ.માં વિચાર મંથન થશે.

કોન્ફરન્સમાં લોકશાહીની સંસ્થાઓ પ્રત્યે પ્રજાનો વિશ્વાસ સુદ્રઢ બને તે માટે સાંસદો અને ધારાસભ્યોની ભૂમિકા અને હાજરી પર ચર્ચા થશે. વિધાનમંડળોમાં ગુણવત્તાપૂર્ણ ચર્ચાઓ પર મંથન થશે.

સચિવોની બેઠક સાથે કોન્ફરન્સનો પ્રારંભ થવાનો છે. સાંજે 7 વાગ્યે તમામ સચિવો કાંકરિયાની મુલાકાત લેશે.કાંકરિયા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ કાંકરિયા ખાતે જ ડિનર લેશે .

લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન વિધિવત ઉદઘાટન કરવાના છે. તમામ રાજ્યોના વિધાનસભા પરિષદના અધ્યક્ષ પણ ભાગ લેશે. મુખ્યપ્રધાન આનંદીબહેન પણ કોન્ફરન્સમાં સામેલ થશે. 21થી 24 જાન્યુઆરી સુધી નેશનલ સ્પીકર કોન્ફરન્સ ચાલવાની છે.
First published: January 21, 2016, 11:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading