Home /News /gujarat /

NSA અજીત ડોભાલ બોલ્યા- આર્ટિકલ 370 વિશેષ દરજ્જો નહીં, ભેદભાવ હતો

NSA અજીત ડોભાલ બોલ્યા- આર્ટિકલ 370 વિશેષ દરજ્જો નહીં, ભેદભાવ હતો

અજીત ડોભાલ ફાઇલ તસવીર

ડોવાલે કહ્યું કે રાજ્યના 199 પોલીસ સ્ટેશમાં માત્ર 10 પોલીસ સ્ટેશનમાં જ પ્રતિબંધ છે. બાકી જગ્યામાં કોઇ રોકટોક નથી.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા હસ્તક્ષેપ પર ટિપ્પણી કરી છે. તેઓએ કહ્યું કે પાકિસ્તાન તરફથી સમસ્યા ઉત્પન્ન કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે. 230 પાકિસ્તાની આતંકીઓ ઓળખી લેવાયા છે, જેમાંથી કેટલાક ભાગી ગયા છે તો કેટલાકની ધરપકડ કરવામાં આવી છે.

તેઓએ કહ્યું કે આધુનિક સમાજના અનેક કાયદા હતા જે જમ્મુ-કાશ્મીરના લોકોને મળી રહ્યાં ન હતા. શિક્ષાના અધિકારથી વંચિત કરવામાં આવ્યા હતા. સંપત્તિના અધિકારથી વંચિત કરવામાં આવ્યા હતા. આવી રીતે 106 કાયદો 5 ઓગસ્ટથી પહેલા અનુચ્છેદ 370નું સંરક્ષણ લઇ રહ્યાં હતા. આ વિશેષ દરજ્જો ન હતો. આ વિશેષ ભેદભાવ હતો.

અહીં ક્લિક કરી વાંચોઃ સાત કરોડ ખેડૂતના ખાતામાં પહોંચ્યા 4-4 હજાર રુપિયા, શું તમારા ખાતામાં આવ્યા ?

ડોવાલે કહ્યું કે રાજ્યના 199 પોલીસ સ્ટેશમાં માત્ર 10 પોલીસ સ્ટેશનમાં જ પ્રતિબંધ છે. બાકી જગ્યામાં કોઇ રોકટોક નથી. રાજ્યમાં 100 ટકા લેન્ડ લાઇન ક્લેક્શન ચાલી રહ્યાં છે. તેઓએ કહ્યું કે કાશ્મીરની બહુસંખ્યક જનતા આર્ટિકલ 370 હટવાથી ખુશ છે. તેઓએ ભવિષ્યની તકો, આર્થિક વિકાસ અને રોજગારને લઇને આશાન્વિત છે. માત્ર કેટલાક આવારા તત્વો જ વિરોધ કરી રહ્યાં છે.

ડોવાલે કહ્યું કે સેના તરફથી અત્યાચાર કરવાન કોઇ સવાલ જ નથી ઉભો થતો, માત્ર રાજ્ય પોલીસ અને કેટલાક કેન્દ્રીય દળ સાર્વજનિક વ્યવસ્થા સંભાળી રહ્યાં છે. આતંકીઓ સામે લડવા માટે ભારતીય સેના છે.
Published by:Sanjay Vaghela
First published:

Tags: Jammu Kashmir, અજીત ડોવાલ, પીએમ મોદી

આગામી સમાચાર