Home /News /gujarat /

નદીના વહેતા નીરમાં યોગાસનનું અનોખું દ્રશ્ય ભરૂચમાં જોવા મળશે

નદીના વહેતા નીરમાં યોગાસનનું અનોખું દ્રશ્ય ભરૂચમાં જોવા મળશે

ભરૂચઃ ૨૧મી જુને સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે પરંતુ ભરૂચમાં યોગ દિવસની ઉજવણી કઈક ખાસ હશે.નર્મદા નદીમાં ૫૦૦થી વધુ યોગવીરો યોગાસન કરી યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરશે.

ભરૂચઃ ૨૧મી જુને સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે પરંતુ ભરૂચમાં યોગ દિવસની ઉજવણી કઈક ખાસ હશે.નર્મદા નદીમાં ૫૦૦થી વધુ યોગવીરો યોગાસન કરી યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરશે.

  • Web18
  • Last Updated :
ભરૂચઃ ૨૧મી જુને સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે પરંતુ ભરૂચમાં યોગ દિવસની ઉજવણી કઈક ખાસ હશે.નર્મદા નદીમાં ૫૦૦થી વધુ યોગવીરો યોગાસન કરી યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરશે.

તારીખ ૨૧મી જુને સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. હજ્જારો લોકો એક સાથે યોગાસન કરી અનેક રેકોર્ડ બનાવશે. પરંતુ ભરૂચમાં યોગ દિવસની ઉજવણી કઈક અલગ જ રીતે કરવામાં આવશે .ભરૂચ નજીકથી પસાર થતી પાવન સલીલામાં નર્મદાના ખળખળ વહેતા નીર પર ૫૦૦થી વધુ યોગવીરો યોગાસનનું નિદર્શન કરશે.

વહેલી સવારના આહ્લાદક વાતાવરમાં નર્મદા નદીની વચ્ચે યોગ કરવામાં આવશે .આ અંગેનું આયોજન ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા પાર્કમાં કરવામાં આવ્યું છે. આજ રોજ નદીમાં યોગાસન અંગેનું ડેમોસ્ટ્રેશન યોજાયું હતું. જેને ભરૂચ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે સહિતના અધિકારીઓએ નિહાળ્યું હતું .

તા.૨૧મી જુને નર્મદા નદીમાં ૫૦૦ થી વધુ બોટ તરતી મુકાશે તેમજ નદીની મધ્યમાં સેક પ્લેટફોર્મ બનાવામાં આવશે. જેના પર યોગવીરો યોગ કરી નવી ઉર્જાનો સંચાર કરશે. યોગ ઓન બોટના આ અનોખા અભિગમને લઇ ભરૂચ ખાતે હાલ તેયારી કરવામાં આવી રહી છે. નર્મદા પાર્ક ખાતે નર્મદા નદીમાં ૫૦૦ યોગવીરો અને પાર્કમાં ૨૦૦૦થી વધુ યોગવીરો યોગાસન કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
First published:

Tags: આરોગ્ય, ગુજરાત, ગુજરાત સરકાર, ટેકનોલોજી, દેશ, યોગ, શિક્ષણ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन