Home /News /gujarat /

નર્મદાના 7ગામોમાં નેતાઓના પ્રવેશ પર પાટીદારોની પાબંદી

નર્મદાઃ હાલ ગુજરાતમાં પાટીદારો દ્વારા અનામતની માગ સાથે સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ હવે નાના ગામડાઓ સુધી પહોચ્યો છે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો ઢંઢેરો પણ ફુકાઇ ગયો છે ત્યારે નર્મદાના પાટીદારોએ પણ આવનારી ચુંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરી વિરોધ નોધાવ્યો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
નર્મદાઃ હાલ ગુજરાતમાં પાટીદારો દ્વારા અનામતની માગ સાથે સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ હવે નાના ગામડાઓ સુધી પહોચ્યો છે.  આગામી દિવસોમાં સ્થાનિક  સ્વરાજ્યની ચુંટણીનો ઢંઢેરો પણ ફુકાઇ ગયો છે ત્યારે નર્મદાના પાટીદારોએ પણ આવનારી ચુંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરી  વિરોધ નોધાવ્યો છે.

આજે નર્મદાના નીકોલી,હજ્ર્પુરા,ભદામ ,નવાપુરા સહિતના 7 ગામોમાં પણ પાટીદાર સમાજ દ્વારા રાજકીય પક્ષોના કાર્યકરો માટે પ્રવેશબંધીના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

નાંદોદ તાલુકાના નીકોલી ગામે પણ 200 થી વધુ યુવાનો અને મહિલાઓ દ્વારા થાળીઓ વગાડી, સૂત્રોચ્ચાર સાથે ગામમાં રેલી કાઢવામાં આવી હતી. અને આ ગ્રામજનો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે રાજકીય નેતાઓએ ગામમાં પ્રવેસવું નહિ અને જો પ્રવેશશે તો અમે તેમનો વિરોધ કરી તેમના પર હુમલો પણ કરીશું અને તે બનાવ બને તેની સંપૂર્ણ જવાબદારી આવનારા વ્યક્તિ ની રહેશે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, રાજકારણ, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन