Home /News /gujarat /

નરેશ પટેલ Vs પુત્રઃ પિતાનું ભાજપને સમર્થન, પુત્રએ કોંગ્રેસના ઉમેદવારો માટે માંગ્યા મત

નરેશ પટેલ Vs પુત્રઃ પિતાનું ભાજપને સમર્થન, પુત્રએ કોંગ્રેસના ઉમેદવારો માટે માંગ્યા મત

નરેશ પટેલના પુત્ર શિવરાજે જામકંડોરણાના કોંગ્રેસ ઉમેદવાર રવિ આંબલિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પહેલા તેમણે રાજકોટ પૂર્વના ઉમેદવાર મિતુલ દોંગા માટે પણ મત માંગ્યા હતા.

નરેશ પટેલના પુત્ર શિવરાજે જામકંડોરણાના કોંગ્રેસ ઉમેદવાર રવિ આંબલિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પહેલા તેમણે રાજકોટ પૂર્વના ઉમેદવાર મિતુલ દોંગા માટે પણ મત માંગ્યા હતા.

રાજકોટઃ ગુરુવારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. બીજી તરફ નરેશ પટેલના પુત્ર શિવરાજે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કરતા આશ્ચર્ય ફેલાયું છે. જોકે, સમર્થન અંગે શિવરાજે કહ્યું હતું કે, વ્યક્તિગત સંબંધને કારણે તેમણે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. આની પાછળ મારો કોઈ રાજકીય એજન્ડા નથી.

જામકંડોરણાના ઉમેદવારને જાહેર કર્યું સમર્થન

નરેશ પટેલના પુત્ર શિવરાજે જામકંડોરણાના કોંગ્રેસ ઉમેદવાર રવિ આંબલિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પહેલા તેમણે રાજકોટ પૂર્વના ઉમેદવાર મિતુલ દોંગા માટે પણ મત માંગ્યા હતા. શિવરાજે કોંગ્રેસના સમર્થનમાં મત માંગતા હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. શિવરાજે કહ્યું કે, 'હું રવિ આંબલfયા, મિતુલ દોંગા અને દિનેશ ચોવટીયાના કાર્યાલયે ગયો છું અને લોકોને મતદાન કરવા કહ્યું છે. આ તમામ લોકોને ત્યાં હું માત્ર મારા વ્યક્તિગત સબંધના કારણે ગયો છું. મારું વ્યક્તિગત માનવું છે કે પરિવર્તન આવવું જોઈએ. મારી આ મુલાકાતનો કોઈ રાજકીય અર્થ નથી.
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, KhodalDham, નરેશ પટેલ

આગામી સમાચાર