ચોકીદાર ચોર નથી પ્યોર છે, ફરીથી PM બનશે તે શ્યોર છે: રાજનાથસિંહ

News18 Gujarati
Updated: March 30, 2019, 1:03 PM IST
ચોકીદાર ચોર નથી પ્યોર છે, ફરીથી PM બનશે તે શ્યોર છે: રાજનાથસિંહ
આ પ્રસંગે રાજનાથસિંહે સંબોધન કર્યું હતું.

'વિશ્વાસ છે કે ગુજરાતની જનતા અમિત શાહને રેકોર્ડ બ્રેક મતોથી જીતાડીશે.'

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ટોચના દિગ્ગજ રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ સહિત હજારો કાર્યકર્તાઓ, ધર્મગુરુઓ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરી સાથે ભવ્ય મેગા રોડ શો યોજ્યો છે. તેઓ ગાંધીનગર ખાતે લોકસભા બેઠક માટે નામાંકન પત્ર ભરશે. આ પ્રસંગે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના પ્રમુખ પ્રકાશસિંઘ બાદલ, શિવસેનાના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ શાહના નામાંકનમાં હાજરી આપવા આવી પહોંચ્યા છે.

'ફરીથી PM બનશે તે શ્યોર છે'

આ પ્રસંગે રાજનાથસિંહે સંબોધન કર્યું હતું. તેમણે સમર્થકોનો ઉત્સાહ વધારતા કહ્યું હતું કે, 'કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે મંચ પરથી સંબોધન કરતાં કહ્યું કે, 'મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા અમિત શાહને રેકોર્ડ બ્રેક મતોથી જીતાડીશે. અહીંથી લાલકૃષ્ણ અડવાણી જીતતા આવ્યા હતા. અમિત શાહ માટે હું અમદાવાદ આવ્યો છું. આ આઝાદ ભારતમાં જે પીએમએ કરિશ્મો કરવાનું કામ કર્યું છે તેમનું નામ છે નરેન્દ્ર મોદી. 5 વર્ષમાં ઘણાં વિકાસનાં કાર્ય કર્યા છે. આપણા પીએમને ખરાબ શબ્દો કહ્યાં તેવા વિપક્ષને ચૂંટણીથી જ જવાબ આપે. ચોકીદાર ચોર નથી ચોકીદાર પ્યોર છે અને તે જ ફરીથી PM બનશે કે શ્યોર છે.''

અમિત શાહે સંબોધન કરતાં જણાવ્યું કે, 'મારા જીવનમાંથી ભાજપને બાદ કરી દો તો શૂન્ય બચે. લાલ કૃષ્ણ અડવાણી અને અટલ બિહારી બાજપાઈ જ્યાંથી જીત્યા હતા ત્યાં લડવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ચૂંટણી એક જ મુદ્દે લડાશે કે દેશનું નેતૃત્વ કોણ કરશે. અરૂણાચલથી કન્યાકુમારી સુધી એક જ અવાજ આવે મોદી મોદી. ફરી એકવાર મોદીની સરકાર બનશે.'
First published: March 30, 2019, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading