PM મોદીનું ગુજરાતમાં આગમનઃ આણંદ, અંજાર અને રાજકોટમાં અનેક પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ

News18 Gujarati
Updated: September 30, 2018, 11:44 AM IST
PM મોદીનું ગુજરાતમાં આગમનઃ આણંદ, અંજાર અને રાજકોટમાં અનેક પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ
નરેન્દ્ર મોદીને આવકારી રહેલા રાજ્યપાલ તેમજ સીએમ વિજય રૂપાણી

મોદીના આગમનને પગલે ત્રણેય શહેરમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ ચુસ્ત બનાવી દેવામાં આવી છે.

  • Share this:
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. મુલાકાત દરમિયાન તેઓ આણંદ, અંજાર અને રાજકોટ શહેરની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન મોદી ત્રણેય શહેરમાં અલગ અલગ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. મોદીના આગમનને પગલે ત્રણેય શહેરમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ ચુસ્ત બનાવી દેવામાં આવી છે.

નરેન્દ્ર મોદીનો કાર્યક્રમઃ

સવારે 10:30 વાગ્યે અમદાવાદથી આણંદ એરપોર્ટ જવા રવાના થશે.

11:10 વાગ્યે આણંદ પહોંચશે.
12:45 વાગ્યે આણંદમાં ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.
01:45 આણંદથી ભૂજ જવા માટે રવાના થશે.2:15 ભુજ એરપોર્ટ પહોંચશે.
2:40 અંજાપમાં વિવિઘ પ્રોજોક્ટોનું લોકાર્પણ કરશે અને જાહેર સભાને સંબોધશે.
4:20 અંજારથી રાજકોટ જવા રવાના થશે.
5:05 રાજકોટ પહોંચશે.
5:15 ચૌધરી હાઇસ્કૂલ પહોંચશે.
6:20 ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે આલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરશે.
રાત્રે 8:00 કલાકે રાજકોટ એરપોર્ટથી જ દિલ્હી જવા માટે રવાના થશે.

આ પણ વાંચોઃ તમે જોયો રાજકોટમાં નવા બનેલા ગાંધી મ્યુઝિયમની અંદરનો નજારો?

આણંદનો કાર્યક્રમઃ

1) અમુલના અલ્ટ્રા મોડેલ ચોકલેન્ટ પ્લાન્ટ, RUTF (Ready to use Therapeutic Food) પ્લાન્ટ અને THR (Take Home Ration)પ્લાન્ટનું ઉદ્ઘાટન.
2) વિદ્યા ડેરીના સ્ટુડન્ટ ટ્રેનિંગ આઇસક્રિમ પ્લાન્ટનું ઉદ્ઘાટન.
3) આણંદ એગ્રીકલ્ચરલ યુનિ. ના Incubation Centre cum Centre of Excellence in Food Pricessingનું ઉદ્ઘાટન.
4) મુજકુમાવ ખાતે ભારતના પ્રથમ સોલાર કો-ઓપરેટીવ સોસાયટીનું ઉદ્ઘાટન.

ખાતમુહૂર્ત કાર્યક્રમ

1) આણંદ ખાતે અમુલના અમુલ મિલ્ક પ્રોસેસિંગ, પેકેજીંગ અને બટર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટના વિસ્તરણનું ખાતમુહૂર્ત
2) ખાત્રજ ખાતેના અમૂલ ચીઝ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત

આ પણ વાંચોઃ મોદી અમૂલના પ્લાન્ટનું ઉદ્ધાટન કરનાર સાતમા PM બનશે, અન્ય છ કોણ?

અંજારનો કાર્યક્રમઃ

1) સતાપર ખાતે મુંદ્રા એલ.એન.જી ટર્મિનલ તથા અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
2) અંજાર-મુંદ્રા પાઇપાલાઇન પ્રોજેક્ટનું ઉ્ઘાટન
3) પાલનપુર -પાલી-બાડમેર પાઇપલાઇન પ્રોજેક્ટ ઉદ્ઘાટન
4)GETCOના પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન

રાજકોટનો કાર્યક્રમઃ

રાજકોટ ખાતે ગુજરાત સરકાર તથા પર્યટન મંત્રાલય અને ભારત સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત આઇ–વે પ્રોજેક્ટ ફેઝ–૨ તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ અને સામૂહિક ગૃહપ્રવેશ કરાવશે.

આ પણ વાંચોઃ અમૂલ ડેરીના 1000 કરોડના વિવિધ અત્યાધુનિક પ્લાન્ટનું PM મોદી કરશે લોકાર્પણ
Published by: Vinod Zankhaliya
First published: September 30, 2018, 8:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading