PM મોદીએ હેલિકોપ્ટરમાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નજારો માંણ્યો, વીડિયો ટ્વિટ કર્યો

વડાપ્રધાન મોદીએ વીડિયો ટ્વિટ કરીને કહ્યુ કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ભવ્યતા જુઓ, જે મહાન સરદાર પટેલને ભારતની તરફથી શ્રદ્ધાંજલિ છે

News18 Gujarati
Updated: September 17, 2019, 10:19 AM IST
PM મોદીએ હેલિકોપ્ટરમાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નજારો માંણ્યો, વીડિયો ટ્વિટ કર્યો
વડાપ્રધાન મોદીએ વીડિયો ટ્વિટ કરીને કહ્યુ કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ભવ્યતા જુઓ, જે મહાન સરદાર પટેલને ભારતની તરફથી શ્રદ્ધાંજલિ છે
News18 Gujarati
Updated: September 17, 2019, 10:19 AM IST
નર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 70મા જન્મદિવસે ગુજરાતના પ્રવાસે છે. સરદાર સરોવર ડેમ નર્મદા નીરનાં વધારણાં કરવા માટે પીએમ મોદી ગાંધીનગરથી હેલિકોપ્ટર મારફતે કેવડિયા પહોંચી ગયા છે. કેવડિયા પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો હવાઈ નજારો માણ્યો હતો.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેનો વીડિયો શેર કર્યો હતો. ટ્વિટમાં વડાપ્રધાને લખ્યું કે, થોડા સમય પહેલાં કેવડિયા પહોંચ્યો છું. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ભવ્યતા જુઓ, જે મહાન સરદાર પટેલને ભારતની તરફથી શ્રદ્ધાંજલિ છે.

Loading...

આ પણ વાંચો, PM મોદીના વતન વડનગરમાં હાટેશ્વર મંદિર ખાતે લાંબા આયુષ્ય માટે ખાસ પ્રાર્થના

આ પહેલા પોતાના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારની સાથે પોતાનો નિત્યક્રમ શરૂ કર્યો હતો. રાજભવન ખાતે નરેન્દ્ર મોદીએ નિત્યક્રમ મુજબ યોગ અભ્યાસ બાદ તમામ અખબારો પર નજર કરી હતી. વડાપ્રધાને રાજભવનમાં યોગા અભ્યાસ પણ કર્યો હતો.

અપેક્ષા મુજબ તેઓ મંગળવાર સવારે માતાના આશીર્વાદ લેવા પહોંચવાનું અનુમાન હતું પરંતુ કાર્યક્રમની વ્યસ્તતાના કારણે વડાપ્રધાન સીધા કેવડિયા કોલોની જવા માટે રવાના થઈ ગયા છે. બપોર બાદ તેઓ માતા હિરાબાના આશીર્વાદ લેવા જઈ શકે છે.

આ પણ વાંચો, PM Narendra Modi Birthday: મોદીને બાળપણમાં અભિનયનો જોરદાર શોખ હતો

નોંધનીય છે કે, 2017માં પોતાના જન્મદિવસે પીએમ મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજા મૂકાયા બાદ તેનું ઉદ્ઘાટન કર્યુ હતું. પરંતુ ઓછા વરસાદના કારણે નર્મદા ડેમનું જળસ્તર ઘણું નીચું રહ્યું હતું. આ વર્ષે મધ્‍ય પ્રદેશમાં થયેલા ભારે વરસાદના કારણે ડેમનું જળસ્તર 138.66 મીટર સુધી પહોંચી ગયું છે. નર્મદા ડેમ દ્વારા ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોને પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન છે.

પીએમ મોદી નર્મદા નદીના પૂજનમાં ભાગ લેશે અને સરદાર સરોવાર ડેમના કન્ટ્રોલ રૂમમાં પણ જશે. આ દરમિયાન તેઓ ગરુડેશ્વર ખાતે દત્તાત્રેય મંદિર પણ જશે. તેઓ કેવડિયા ખાતે એક સભાને પણ સંબોધિત કરશે. 'પીએમ નમામિ નર્મદે' મહોત્સવની શરૂઆત પણ કરશે.

આ પણ વાંચો, પ્રચારક નરેન્દ્ર મોદીના એ મુસ્લિમ મિત્ર જેમની ચા સાથે ખાનપુર કાર્યાલયમાં થતી ચર્ચા
First published: September 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...