સાંભળ્યું! ટ્રમ્પના સ્વાગતનું ગીત? 'મોદી કા દમ, નમસ્તે ટ્રમ્પ', સુરતી યુવાનોનો દાવો - લોકો ઝૂમી ઉઠશે

સાંભળ્યું! ટ્રમ્પના સ્વાગતનું ગીત? 'મોદી કા દમ, નમસ્તે ટ્રમ્પ', સુરતી યુવાનોનો દાવો - લોકો ઝૂમી ઉઠશે
દેશ સાથે દુનિયાની નજર આ કાર્યક્રમ પર છે. સુરતના યુવાનોએ બંને દેશના નેતાઓના સ્વાગત માટે ખાસ સ્વાગત ગીત તૈયાર કર્યું છે. આ ગીતની શરૂઆત 'શેરને શેર કો બુલાયા હૈ,...'

દેશ સાથે દુનિયાની નજર આ કાર્યક્રમ પર છે. સુરતના યુવાનોએ બંને દેશના નેતાઓના સ્વાગત માટે ખાસ સ્વાગત ગીત તૈયાર કર્યું છે. આ ગીતની શરૂઆત 'શેરને શેર કો બુલાયા હૈ,...'

  • Share this:
હાલમાં દેશમાં એક જ વાત ચાલી રહી છે, મહાસત્તા એવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદ પ્રવાસ. ત્યારે ભારત દેશમાં તેમના સ્વાગતની પૂર્ણ થઇ ગઈ છે. બે દેશના દિગ્ગજ એક જ મંચ પર ભેગા થવાના છે, ત્યારે સુરતના યુવાનો દ્વારા આ બંને દિગજ્જોના સ્વાગત માટે એક ગીત તૈયાર કરવામાં આવ્યું છે.

આજથી બે દિવસ બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ પ્રવાસે આવવાના છે, ત્યારે દેશ સાથે દુનિયાની નજર આ કાર્યક્રમ પર છે, તેવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે ગુજરાતના અમદાવાદમાં ઘણા લાંબા સમયથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી.તેમના સ્વાગતમાં કોઈ કચાસ રહી ના જાય તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, ત્યારે આ મહાનુભાવ સ્વાગત માટે સુરતના બે યુવાનો દ્વારા સ્વાગત ગીત તૈયાર કરવામાં આવ્યુ છે. 

સુરત માં આ ગીત રેકોર્ડ કરવામાં આવ્યુ છે, અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજિત કાર્યક્રમને લઈ લોકોમાં ઉત્સુકતા છે. બંને વિશ્વશક્તિ મહાનુભાવોના આગમનને લઈ સુરતના" અમી ઓરકેસ્ટ્રાના ચિરાગ ઠક્કર એન્ડ ટિમ દ્વારા સોંગ તૈયાર કરવામાં આવ્યુ છે. ગીતમાં ખાસ કરીને 'મોદી કા દમ, નમસ્તે ટ્રમ્પ' નામનું સોન્ગ તૈયાર કરવામાં આવ્યું. જે સાંભળતા જ લોકો ઝુમી ઉઠશે, તેવો યુવાનો દાવો કરી રહ્યા છે.
Published by:News18 Gujarati
First published:February 22, 2020, 22:27 pm

ટૉપ ન્યૂઝ