ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિના ચેરમેન તરીકે બિજલ પટેલની નિમણૂંક

News18 Gujarati
Updated: February 21, 2020, 7:15 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિના ચેરમેન તરીકે બિજલ પટેલની નિમણૂંક
ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિના ચેરમેન તરીકે બિજલ પટેલની નિમણૂંક

અત્યાર સુધી કરોડો રૂપિયાનો ખર્ચ AMC દ્વારા કરાયો, આખરી ઘડીએ સમિતિ બનવા પાછળનું કારણ શું!, મેયર ઓફિસમાંથી પ્રસિદ્ધ કરાયેલ ટ્વિટરે ઉભા કર્યા અનેક તર્ક વિતર્ક

  • Share this:
અમદાવાદ : અમદાવાદના મેયર બિજલ પટેલને ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિના ચેરમેન બનવામાં આવ્યા છે. વિશ્વની મહાસત્તાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે અમદાવાદના મહેમાન બની રહ્યા છે. સાથે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદની મુલાકાત લેવાના છે. ત્યારે આ બન્ને મહાનુભાવોનું ભવ્ય અને યાદગાર સ્વાગત થાય તે માટે સરકાર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ નાગરીક અભિવાદન સમિતિ બનવામાં આવી છે. જેવી જાહેરાત મેયર ઓફિસના સત્તાવાર ટ્ટિવટ પર કરવામાં આવી છે.

જોકે સવાલ ઉભા થઇ રહ્યા છે કે અત્યાર સુધી જે ચાલી રહ્યુ છે. તેનો ખર્ચ અને કઇ સમિતિ દ્વારા આયોજન થયુ હતું. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ખુદ પત્રકાર પરિષદ યોજી સમગ્ર કાર્યક્રમની વિગતો આપી હતી. આ ઉપરાંત રોડ શોનો તમામ ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિરે છે. તેમજ રોડ શો પર થનાર લાઇટીંગ અને ફુલ છોડ રોપવાની કામગીરીનો કરોડો ખર્ચે કરી દેવામાં આવ્યો છે. તો આ ખર્ચ એએમસીના માથે આવશે કે પછી આ નાગરિક અભિવાદન સમિતિ કરશે.જો આ સમિતિ બનાવામાં આવી છે તો ખર્ચે કોણ કરી રહ્યુ છે તેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો - જ્યારે અમેરિકાએ મોદીને વિઝા ન આપ્યા તો 'AAINA'એ શોધી લીધી હતી આ યુક્તિ

મેયર ઓફિસમાંથી પ્રસિદ્ધ કરાયેલ ટ્વિટરે ઉભા કર્યા અનેક તર્ક વિતર્ક


ડોનાલ્ડ ટ્રમ્પ નાગરીક અભિવાદન સમિતિના ચેરમેનની જાહેરાત પણ કાર્યક્રમના બે દિવસ પહેલા થાય છે. જે એક શંકા ઉદ્ભવે છે કારણ કે અત્યાર સુધી અમદાવાદ કોર્પોરેશન દ્વારા એક અંદાજ મુજબ 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો ખર્ચેનો હિસાબ કોણ લે અને આપશે. જ્યારે આ અંગે મેયરને પૂછવામાં આવ્યુ હતું ત્યારે તેઓ પણ આ ઘટનાથી અજાણ હતા. તેમને ખુદ ખ્યાલ ન હતો કે આ સમિતિના ચેરમેન મેયર બિજલ પટેલ છે.

મોદી અને ટ્રમ્પ મુલાકાતના પગલે થનાર 22 કિમી રોડ શોના આયોજનની જવાબદારી એએમસી પર નાખવામાં આવી હતી. ગુજરાત સરકારમાંથી મ્યુનિસિલ કમિશનર સીધા સંપર્કમાં રહી આખા કાર્યક્રમનું આયોજન કર્યુ છે. જેનો ખર્ચ પણ એએમસીએ પોતાના પર લીધો છે. ત્યારે આખરી સમિતિ બનાવા પાછળનું તર્ક કોઇ અમદાવાદીઓને હજુ સમજાતો નથી.
First published: February 21, 2020, 7:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading