NABARD Recruitment 2022 : નાબાર્ડમાં 04 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
NABARD Recruitment 2022 : નાબાર્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ (NABARD Consultancy Services, NABCONS) દ્વારા વિવિધ ખાલી જગ્યાઓની ભરતી માટે નોટિફીકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા લાયક ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
NABARD Recruitment 2022: નાબાર્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ (NABARD Consultancy Services, NABCONS)એ નાબાર્ડ (NABARD)ની માલિકીની કંપની છે. આ સાથે જ તે કૃષિ અને ગ્રામીણ વિકાસ (agriculture and rural development) (www.nabcons.com) ક્ષેત્રે પણ એક અગ્રણી કન્સલ્ટન્સી સંસ્થા છે. હાલ નાબાર્ડ કન્સલ્ટન્સી (NABARD Consultancy Services) ભારતીય નાગરિકો પાસેથી કોન્ટ્રાક્ટના આધારે ભરતી કરવા માટે અરજીઓ ઓનલાઈન આંમત્રિત કરી રહી છે.
આ ભરતી અંતર્ગત કુલ ચાર પદો પર ભરતી કરવામાં આવશે. આ પદો પર ઉમેદવારો 6 એપ્રિલ, 2022 પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે.
ઉમેદવારને અંગ્રેજી અને હિન્દીમાં વાંચન, લેખન અને બોલવામાં પણ નિપુણતા હોવી જોઈએ અને માઈક્રોસોફ્ટ એક્સેલ અને પાવરપોઈન્ટમાં આવડત સાથે મીક્રોસોફ્ટ ઓફિસનું જ્ઞાન હોવું જોઈએ.
ઉમેદવારો માન્ય સંસ્થામાંથી બેચલર ઓફ કોમર્સ/ બેચલર ઓફ કોમર્સ (ઓનર્સ) ઓછામાં ઓછા 50 ટકા અથવા સમકક્ષ CGPA સાથે પાસ કરેલ હોવુ જોઈએ.
ઉમેદવાર પાસે ICAI/ICWA સાથે CA/CFA/ICWA કરેલ હોવુ જોઈએ અથવા માન્ય સંસ્થામાંથી MBA ફાઈનાન્સ અથવા CA (Inter) અથવા M.Comનુ ક્વોલિફિકેશ હોવુ જોઈએ.
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આપેલી લિંક પર ક્લિક કરીને અરજી કરી શકે છે. આ માટે ઉમેદવારોએ માંગવામાં આવેલી તમામ વિગતો ભરવાની રહેશે. ઉમેદવારો 23 માર્ચથી 06 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
NABARD Recruitment 2022: મહત્વની તારીખ
અરજી કરવાની અંતિમ તારીખ: એપ્રિલ 6, 2022
અરજી કરવાની પ્રારંભિક તારીખ- માર્ચ 23, 2022
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર