ગાંધીનગર : N-95 અને ત્રિપલ લેયર માસ્ક અમૂલ પાર્લર પરથી વ્યાજબી કિંમતે મળશે

News18 Gujarati
Updated: May 18, 2020, 9:30 PM IST
ગાંધીનગર  : N-95 અને ત્રિપલ લેયર માસ્ક અમૂલ પાર્લર પરથી વ્યાજબી કિંમતે મળશે
ગાંધીનગર :N-95 અને ત્રિપલ લેયર માસ્ક અમૂલ પાર્લર પરથી વ્યાજબી કિંમતે મળશે

જાહેરમાં થૂંકનારા અને જાહેરમાં માસ્ક નહીં પહેરનારાઓને 200 રૂપિયા દંડ કરાશે

  • Share this:
ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોનના આધાર ઉપર નિયમોમાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન-4 માટેની ગાઇડલાઇ જાહેર કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં આ જાહેરાત કરી હતી. જેમાં નાગરિકોને માસ્ક સરળતાથી મળે તે માટે N-95 અને ત્રિપલ લેયર માસ્કનું રાજ્યમાં અમૂલ પાર્લર પરથી વ્યાજબી કિંમતે વેચાણ કરવામાં આવશે.

સીએમ વિજય રુપાણીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં જાહેરમાં માસ્ક ફરજીયાત બનાવાયા છે ત્યારે લોકોને માસ્ક સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકારે ગોઠવી છે. જે વ્યકિતઓને N-95 કે ત્રિપલ લેયર માસ્ક પોતાના ઉપયોગ માટે ખરીદવા હોય તેમને રાજ્યમાં અમૂલના દૂધ પાર્લર ઉપરથી તે મળી શકશે. પ્રથમ તબક્કે અમદાવાદમાં માસ્કના વેચાણ બાદ તબક્કા વાર રાજ્યના અન્ય સ્થળોએ અમૂલ પાર્લર પરથી માસ્ક વેચાશે. N-95 માસ્ક 65 રુપિયા અને ત્રિપલ લેયર માસ્ક 5 રુપિયાની કિંમતથી અમૂલ પાર્લર પરથી વેચાણ થશે. સમગ્ર ગુજરાતમાં જાહેરમાં થૂંકનારા વ્યક્તિને 200 રુપિયાનો દંડ કરાશે તેમજ જાહેરમાં માસ્ક નહીં પહેરનારાઓને પણ 200 રૂપિયા દંડ કરાશે.

આ પણ વાંચો - CM રૂપાણીની મોટી જાહેરાત : કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર 8થી4 દુકાનો ખૂલશે, પાનમાવાની દુકાનોને પણ છૂટ

મુખ્યમંત્રીએ જણાવ્યું કે હતું કે રાજ્યના દરેક નાગરિકની આરોગ્ય સલામતીની ચિંતા કરીને તેમજ લોકોની રોગપ્રતિકારક શકિત વધારી કોરોના સામેના જંગમાં જીત મેળવવાની પ્રતિબદ્ધતાથી સંપૂર્ણ સરકાર દિવસ-રાત કાર્યરત છે. તેમણે રાજ્યના સૌ નાગરિકોને પણ અનુરોધ કર્યો કે, કોરોના સંક્રમણથી બચવા માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સિંગ, વારંવાર સાબૂથી હાથ ધોવા, કામ સિવાય ઘર બહાર ન નીકળવું જેવી આદતો કેળવીને જ આ લાંબી લડાઇ પર વિજય મેળવી શકાશે.
First published: May 18, 2020, 9:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading