Home /News /gujarat /

દમણઃ મુથૂટમાં 2 કરોડની લૂંટમાં એક શકમંદનો સ્કેચ જાહેર

દમણઃ મુથૂટમાં 2 કરોડની લૂંટમાં એક શકમંદનો સ્કેચ જાહેર

દમણઃ સંઘ પ્રદેશ દમણની મુથૂટ ફિનકોર્પ ઓફિસમાં ગઇકાલે સોનું અને રોકડ મળી રૂ.2 કરોડની લૂંટમાં પોલીસે શકમંદ લૂંટારૂનો સ્કેચ જાહેર કર્યો છે. જો કે પોલીસને હજુ સુધી લૂંટારૂને ઝડપી શકે તેવી કોઇ કળી મળી નથી.

દમણઃ સંઘ પ્રદેશ દમણની મુથૂટ ફિનકોર્પ ઓફિસમાં ગઇકાલે સોનું અને રોકડ મળી રૂ.2 કરોડની લૂંટમાં પોલીસે શકમંદ લૂંટારૂનો સ્કેચ જાહેર કર્યો છે. જો કે પોલીસને હજુ સુધી લૂંટારૂને ઝડપી શકે તેવી કોઇ કળી મળી નથી.

  • Web18
  • Last Updated :
દમણઃ સંઘ પ્રદેશ દમણની મુથૂટ ફિનકોર્પ ઓફિસમાં ગઇકાલે સોનું અને રોકડ મળી રૂ.2 કરોડની લૂંટમાં પોલીસે શકમંદ લૂંટારૂનો સ્કેચ જાહેર કર્યો છે. જો કે પોલીસને હજુ સુધી લૂંટારૂને ઝડપી શકે તેવી કોઇ કળી મળી નથી.

દમણના તીનબત્તી રોડ પર આવેલ મુથૂટ ફિનકોર્પની ઓફિસમાં ગઈકાલે 3 હથિયારધારી લૂંટારુઓએ પોલીસની ઓળખ આપી પ્રવેશ્યા હતા.અને  2કર્મચારીના લમણે રિવોલ્વર તાકીને 1 કરોડ 30 લાખથી વધુની કિંમતનું સોનું અને દોઢ લાખ રૂપિયા રોકડાની લૂટ કરીને ફરાર થઇ ગયા હતા.

કરોડોની લૂટને અંજામ આપનાર આ લુંટારુઓને ઝડપવા દમણ પોલીસે 10 થી વધુ ટીમો બનાવી છે. મહત્વપૂર્ણ છે કે લૂટની પૂરી તૈયારી કરીને આવેલા લુંટારુઓ ઓફિસના સી.સી.ટીવી કેમેરાનું ડી.વી.આર પણ સાથે લઇ ગયા હોવા થી લુટારુઓની ઓળખ અને તેમના સુધીં પહોચવામાં પોલીસને જે સૌથી વધુ મદદરૂપ થઇ સકે તેવા સી.સી.ટીવીના ફૂટેજ પણ હાથ લાગ્યા નથી.

મુથુટની બાજુમાં જ આવેલી એક ઓફિસની બહાર લાગેલા સી.સી ટીવી કેમેરા ના ફૂટેજ ચેક કરતા તેમાં લૂંટારુઓ જે સ્કોર્પીઓ ગાડી લઇ ને લૂટને અંજામ આપવા માટે અહીં સુધી પહોચ્યા હતા તે સ્કોર્પીઓ ગાડી દ્રશ્યોમાં દેખાઈ રહી છે.પરંતુ લુટારુઓ ગાડીમાં સવાર હોવાથી ચહેરાઓ સ્પષ્ટ જોઇ શકાતા નથી.આથી હવે દમણ પોલીસે ઘટના વખતે ઓફિસમાં હાજર કર્મચારીઓની મદદથી કરોડોની લૂંટને અંજામ આપનાર 3 પૈકી એક લૂટારુંનો સ્કેચ જાહેર કર્યો છે.સાથે સાથે પોલીસે હવે પ્રદેશના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી લૂટ ની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયેલ લૂંટારૂઓ સુધી પહોચવા સી.સી.ટીવી માં દેખાતી સફેદ કલરની સ્કોર્પીઓ ગાડી અને એક લૂટારુંના સ્કેચને આધારે તમામ દિશાઓમાં તપાસ તેજ કરી છે.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, પોલીસ, લૂંટ, લૂંટારૂ, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन