નમાજ પઢવાની પદ્ધતિ અને યોગના આસનોમાં અનેક સમાનતા

વલસાડઃ 21 મી જુનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.જોકે યોગ ઇસ્લામ ધર્મમાં સ્વીકાર્ય નથી તેવા થઇ રહેલા રોજ રોજના વિવાદનો અંત લાવવા અને મુસ્લિમોને પણ યોગ દિવસની ઉજવણીમાં સાથે જોડવા માટે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા એક અભિયાન સરું કરવામાં આવ્યું છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
વલસાડઃ 21 મી  જુનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.જોકે યોગ ઇસ્લામ ધર્મમાં સ્વીકાર્ય નથી તેવા થઇ રહેલા રોજ રોજના વિવાદનો અંત લાવવા અને મુસ્લિમોને પણ યોગ દિવસની ઉજવણીમાં સાથે જોડવા માટે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા એક અભિયાન સરું કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત વલસાડમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા યોગ ઓર ઇસ્લામ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના ગુજરાત પ્રાંત સહ સંયોજક બદરુદ્દીન હાલાણી અને ભાજપના ધારાસભ્યો કનુભાઈ દેસાઈ ભારત પટેલ અને વલસાડના સાંસદડૉ  કે.સી.પટેલ સહીત મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુસ્લીમ રાષ્ટ્રીય મંચનું માનવું છે કે,ઇસ્લામ ધર્મમાં નમાજ પઢવાની પદ્ધતિ અને યોગના આસનોમાં અનેક સમાનતા છે.આથી યોગનો વિરોધ કરવોએ યોગ્ય નથી.અને યોગને લઇને કોઈ પણ રીતે રાજકારણ ના થવું જોઈએ.તો આ પ્રસંગે ઉપસ્થિત અન્ય મુસ્લિમ અગ્રણીઓએ પણ મુસ્લિમ ધર્મ કોઈ પણ રીતે યોગ ના વિરોધમાં નથી પરંતુ કેટલાક હિતસત્રુઓ યોગના મામલે રાજકારણ રમી રહ્યા છે તેમ જણાવ્યું હતું.
First published: