રાજકોટમાં હાહાકાર: મુન્ના બાપુનો રિપોર્ટ પોઝિટિવ, અનેક અધિકારીઓ-પત્રકારો આવ્યા સંપર્કમાં, તંત્રમાં ફફડાટ

રાજકોટમાં હાહાકાર: મુન્ના બાપુનો રિપોર્ટ પોઝિટિવ, અનેક અધિકારીઓ-પત્રકારો આવ્યા સંપર્કમાં, તંત્રમાં ફફડાટ
રાજકોટમાં એક જ દિવસમાં પાંચ જેટલા પોઝિટિવ કેસ

મુન્ના બાપુનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં પણ ગભરાહટ ફેલાયો છે. તંત્ર હવે કેટલા લોકોને corentin કરે છે તે જોવું અતિ મહત્વનું રહેશે.

  • Share this:
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે રાજકોટમાં વધુ ૪ પોઝીટીવ કેસ સામે આવ્યા છે. આજના એક જ દિવસમાં પાંચ જેટલા પોઝિટિવ કેસ એક બાદ એક સામે આવ્યા છે ત્યારે આ તમામ જે 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે તે માત્ર એક જ વિસ્તાર એવા જંગલેશ્વર વિસ્તારના છે.

મહત્વની વાત એ છે કે, આ પાંચ પૈકી એક વ્યક્તિ એ બીજું કોઈ નહીં પરંતુ જંગલેશ્વર વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા અને મુસ્લિમ સમાજના આગેવાન એવા મુન્ના બાપુ નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ત્યારે મુન્ના બાપુનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં પણ ગભરાહટ ફેલાઇ છે.કારણ કે ખુદ મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી રવિ મોહન સૈની, પોલીસ ઇન્સ્પેક્ટર સુખવિન્દર સિંહ ગડુ, પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ ગઢવી સહિત મહાનગરપાલિકાના અનેક અધિકારીઓ મુન્ના બાપુના સંપર્કમાં આવ્યા હતા. એટલું જ નહીં, સાથે મીડિયા જગતમાં ફોટોગ્રાફર તેમજ રિપોર્ટર પણ મુન્ના બાપુના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે તંત્ર હવે કેટલા લોકોને corentin કરે છે તે જોવું અતિ મહત્વનું રહેશે.

હવે મુન્ના બાપુનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ મીડિયા જગતના સાત જેટલા ફોટોગ્રાફર તેમજ બે જેટલા રિપોર્ટર શહેરની હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ અર્થે ગયા છે. ત્યારે હજુ વધુ ફોટોગ્રાફર કેમેરામેન તેમજ રિપોર્ટર મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખાતે પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, મધ રાત્રીથી જ જંગલેશ્વર વિસ્તાર તેમજ રાજલક્ષ્મી સોસાયટી સહિતના વિસ્તારમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
Published by:kiran mehta
First published:April 18, 2020, 17:22 pm