Home /News /gujarat /Electric three wheeler : સપ્ટેમ્બરમાં આવી રહ્યું છે ઇલેક્ટ્રિક થ્રિ-વ્હીલર, મુરુગપ્પા ગ્રુપ કરશે લોન્ચ

Electric three wheeler : સપ્ટેમ્બરમાં આવી રહ્યું છે ઇલેક્ટ્રિક થ્રિ-વ્હીલર, મુરુગપ્પા ગ્રુપ કરશે લોન્ચ

ઇલેક્ટ્રિક રીક્ષા - મુરુગપ્પા ગ્રુપ

Electric three wheeler : મુરુગપ્પા ગ્રુપ (Murugappa Group) TI ક્લીન મોબિલિટી પેસેન્જર અને કાર્ગો સેગમેન્ટમાં ત્રણ વેરિયંટ સાથે ઇલેક્ટ્રિક થ્રિ-વ્હીલર લાવી રહ્યું છે.

E-vehicle : હાલમાં આપણા દેશમાં સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને લઈને ઘણું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેનું મુખ્ય કારણ વધતી જનસંખ્યા અને ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને માર્યાદિત જથ્થો. તેના મજબૂત વિકલ્પ રૂપે ઇલેક્ટ્રિક વાહનને જોવામાં આવી રહ્યું છે.

TI ક્લીન મોબિલિટી કે જે મુરુગપ્પા ગ્રુપની કંપની છે. તે ભારતમાં ઇલેક્ટ્રિક થ્રિ-વ્હીલર્સની મોન્ટ્રા બ્રાન્ડ રજુ કરવાની તૈયારી કરી રહી છે. તે પોતાની ક્ષમતાને વિસ્તૃત કરવા રોકાણ કરવાનું ચાલુજ રાખશે.

ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ચેરમેન અરુણ મુરુગપ્પને જણાવ્યું હતું કે, "ગ્લોબલાઇઝેશન અને ટેકનોલોજી એડવાન્સમેન્ટે "ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમને એકીકૃત કરવાની પ્રક્રિયાને ઉત્પ્રેરક બનાવી છે". અમે તમને જણાવી દઈએ કે, TI ક્લીન મોબિલિટી એ મુરુગપ્પા ગ્રૂપની કંપની, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સનું સંપૂર્ણ માલિકીનું એકમ છે.

મુરુગપ્પનના મત મુજબ, 2025 સુધીમાં ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર સેગમેન્ટ 1.75 બિલિયન ડોલરનું થશે. તેમને ઇલેક્ટ્રિક વાહનોના ઝડપી ફેલાવાને લઈને ઘણી આશાઓ છે. આ સેગ્મેન્ટનું વિદ્યુતીકરણ એક મોટું પગલું સાબિત થશે અને વૈશ્વિક સ્તરે ઝડપી વિકસતા ક્ષેત્રમાનું એક ક્ષેત્ર છે.

સરકારનું લક્ષ્ય

નીતિ આયોગે 2030 સુધીમાં તમામ કોમર્શિયલ કાર માટે 70 ટકા, ખાનગી કાર માટે 30 ટકા, બસો માટે 40 ટકા અને દ્વિચક્રી અને થ્રી-વ્હીલર માટે 80 ટકા EV વેચાણનો દર હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

ફેબ્રુઆરી 2022 માં સ્થપાયેલી TI ક્લીન મોબિલિટી સપ્ટેમ્બરમાં જે વેહિકલ લોન્ચ કરવામાં આવશે તે સંપૂર્ણ સ્વદેશી હશે. TI ક્લીન મોબિલિટી ચેન્નાઈમાં તેના અંબાત્તુર સંકુલમાં સુવિધા સ્થાપવા માટે રૂ. 200 કરોડનું રોકાણ કરી રહી છે. પ્લાન્ટની પ્રારંભિક ક્ષમતા 75,000 વાહનોની હશે. શરૂઆતના સમયમાં 40 જગ્યાએથી વેચાણ કરવામાં આવશે અને તેનો ટાર્ગેટ 100 સુધી પહોંચવાનો છે.

આ પણ વાંચોBlockchain Technology : જાણો બ્લોકચેઈન ટેક્નોલોજી શું છે? સમયની સાથે તે કેમ બની રહી છે લોકપ્રિય

બાઈકમાં મળી હતી નિષ્ફળતા

કંપનીએ થોડા સમય પહેલા ઈ-બાઈક લોન્ચ કરી હતી પરંતુ ઘણાં એવા કારણો રહ્યા કે જેને લીધે કંપની તેમાં નિષ્ફળ રહી. ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ ઉપરાંત, ગ્રૂપે લગભગ રૂ. 160 કરોડમાં સેલિસ્ટિયલ મોબિલિટીમાં 70 ટકા હિસ્સો હસ્તગત કરીને ઇલેક્ટ્રિક ટ્રેક્ટર સ્પેસમાં પ્રવેશ કરવાનો સંકેત આપ્યો છે. તે ઈલેક્ટ્રિક ટ્રેક્ટર બનાવવા માટે ચેન્નાઈની બહારના વિસ્તારમાં એક નવો પ્લાન્ટ સ્થાપી રહી છે.
First published:

Tags: Electric vehicle, Electric vehicles