વિદ્યાર્થીના પરિવાર અને સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠાના પાલનપુરમાં કોલેજ કરતા વિદ્યાર્થીનું અપહરણ કરી તેને ઢોર માર મારતાં વિદ્યાર્થીનું મોત નિપજ્યા હડકંપ મચી જવા પામ્યો છે, જેને લઈને વિદ્યાર્થીના પરિવાર અને સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
પાલનપુરની આદર્શ કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય વિદ્યાર્થી આર્યન મોદીને ગઈકાલે ફોન કરીને બોલાવ્યા બાદ અજાણ્યા શખ્સો દ્વારા ડેરી રોડ ઉપરથી કારમાં અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હતો. જે બાદ તેને કોલેજ આગળ છોડી મુકતા ગંભીર હાલતમાં વિદ્યાર્થીને તેના પરિવાર દ્વારા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોદી સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ આગળ ભેગા થયા હતા.
જોકે ઘટનાની જાણ પોલીસને કરતા પાલનપુર પોલીસ સહિત એસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નિપજતાં મોદી સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પોલીસ દ્વારા મૃતક વિદ્યાર્થીની લાશને પોસમોર્ટમ માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં મૃતકના પરિવારજનો સહિત મોદી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. મૃતકના પરિવારજનોએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, આર્યનને કોઈએ ફોન કરીને બોલાવ્યો હતો તે બાદ તેનું અપહરણ કરાયું હતું અને 15 થી 20 જેટલા લોકોએ તેને માર મારી તેને નિર્વસ્ત્ર કરીને વીડિયો ઉતારીને તેને કોઈ ઝેરી પીણું પીવડાવી છોડી મુક્યો હતો. જોકે તેનું સારવાર દરમિયાન મોત નિપજયુ છે અમારી માંગ છે કે આરોપીઓને જલ્દી ઝડપી પાડવામાં આવે. પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને આરોપીએને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
સમગ્ર મામલાને લઈને બનાસકાંઠા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબી, એસઓજી, પેરોલ સ્કોડ અને સ્થાનિક પોલીસની 4 ટીમો બનાવવામાં આવી છે. જેમને સીસીટીવી ફૂટેજ મેળવવા સહિતની અલગ-અલગ કામગીરી સોંપાઈ છે, જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ વિદ્યાર્થીનું અપહરણ કરી તેને માર મારી ઝેરી દવા પીવડાવી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર