મુંબઈને ફરીથી હચમચાવી દેવાનું કાવતરું, પાકિસ્તાનથી મળી તાજ હોટલને ઉડાવી દેવાની ધમકી

મુંબઈને ફરીથી હચમચાવી દેવાનું કાવતરું, પાકિસ્તાનથી મળી તાજ હોટલને ઉડાવી દેવાની ધમકી
તાજ હોટલ

તાજ હોટલમાં પાકિસ્તાનની આવેલા ધમકી ભર્યા ફોનની જાણકારી મુંબઇ પોલીસને આપવામાં આવી છે.

 • Share this:
  દેશની આર્થિક રાજધાની મુંબઇ (Mumbai)ને ફરી એક વાર હચમચાવી નાખવાનું કાવતરું કરવામાં આવ્યું છે. મુંબઇ સ્થિત તાજ હોટલ (Taj Hotel)ને બોમ્બથી ઉડાવાની ધમકી ભર્યો ફોન આવ્યો છે. હાલ સુધી મળેલી સુચના મુજબ આ ફોન પાકિસ્તાનથી આવ્યો છે. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે કરાચી સ્ટૉક એક્સચેંજમાં જે આતંકી હુમલો થયો તેણે પુરી દુનિયાએ જોયો છે. હવે ભારતની તાજ હોટલમાં 26/11 જેવો હુમલો ફરી એક વાર કરવામાં આવશે.

  તાજ હોટલમાં પાકિસ્તાનની આવેલા ધમકી ભર્યા ફોનની જાણકારી મુંબઇ પોલીસને આપવામાં આવી છે. પાકિસ્તાનથી આ ફોનને આવ્યા પછી મુંબઇ અને તાજની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. રાતે આવેલા ફોન પછી મુંબઇ પોલીસ અને હોટલ સ્ટાફે મળીને સુરક્ષા તપાસ કરી હતી. અને અહીં આવતા ગેસ્ટની પણ ફરી એક જાણકારી ભેગી કરી હતી. હોટલ સ્ટાફ પણ ગેસ્ટની દરેક હરકત પર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ દક્ષિણ મુંબઇમાં નાકાબંધી અને તલાસી સધન કરવામાં આવી છે.

  ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઇમાં આતંકી હુમલો થયો હતો. આ ઘટનામાં 166 લોકોની મોત થઇ હતી. અને 300 વધુ લોકો ઝખમી થયા હતા. 60 કલાક ચાલેલા આ મોતના કહેરને સમગ્ર દેશ ગમગીન થયો હતો. મુંબઇ આતંકી હુમલાના એકમાત્ર આતંકી અઝમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. અને પુછપરછ પછી તેને કબલ્યૂ હતું કે તે પાકિસ્તાનના ઇશારા પર આ આતંકી હુમલાને અંજામ આપ્યો હતો.

  વધુ વાંચો : આ મહિલા ખેલાડીએ સોશિયલ મીડિયા પર શેર કરી ટૉપલેસ તસવીર, દિગ્ગજ ખેલાડીએ કહ્યું 'તારે ન્યૂડ થવાની જરૂર નથી!'

  ઉલ્લેખનીય છે કે 21 સપ્ટેમ્બર 2012ની સવારે પુણેની યરવદા જેલમાં આતંકી કસાબને ફાંસી આપવામાં આવી હતી. 26 નવેમ્બર 2008ના રોજ પાકિસ્તાના 10 આતંકીઓ કરાચીની સમુદ્ર માર્ગે નાવમાં મુંબઇ પહોંચ્યા હતા.

  મુંબઇ પહોંચ્યા પછી આ આંતકીઓએ છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનલ, તાજ હોટલ, ટ્રાઇડન્ડ હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર હુમલો કર્યો હતો.
  Published by:News18 Gujarati
  First published:June 30, 2020, 11:41 am

  ટૉપ ન્યૂઝ