સુરત : Web Seriesના નામે પોર્ન ફિલ્મ બનાવવાના 'એડલ્ટ' ખેલનો પર્દાફાશ, મુંબઈ પોલીસે કરી ધરપકડ

આરોપી તનવીરે વેબ સિરીઝની આડમાં ગોરખધંધો આદર્યો હતો.

બારડોલીના ફાર્મ હાઉસમાં વેબ સિરિઝના શુટિંગના બહાને બનતી હતી 'ગંદી ફિલ્મો', તનવીર 50ના સ્ટાફ સાથે હોટલમાં રોકાયો હતો, મુંબઈ પોલીસની તપાસનો રેલો સુરત સુધી પહોંચ્યો

  • Share this:
વેબસિરીઝ (Web series) બનાવવાના નામે સુરત (Surat) અને તેની આજુબાજુના જિલ્લાઓમાં બંગલો (Bunglow) કે ફાર્મ હાઉસ (Farm House) ભાડે લઈ પોર્ન ફિલ્મ (Porn Movie Scam) બનાવાનો મોટા પ્રમાણ માં ચાલતા વેપારનો ખુલાસો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કરીયો છે જોકે પોલીસે આ ગુનામાં સુરતના તન્વીર નામના યુવાનની ધરપકડ કરી છે અને આ મામલે આગામી દિવસ મુંબઈ પોલીસ સુરત સાથે બારડોલીમાં તપાસ માટે ધામા નાખે તેવી શક્યતા છે અને તપાસ દરમિયાન અનેક મોટા ઘટસ્ફોટ થાય તેવી પોલીસે આશંકા વ્યક્ત કરી છે.

હાલમાં મુંબઈ ખાતે પોર્ન ફિલ્મ બનાવવાનું એક રેકેટ સામે આવ્યું છે જેમાં તપાસ કરતા આ રેકેટના તાર સુરત ખાતે જોડાયેલા હોવાને લઈને સુરત શહેરના સૈયદપુરામાં રહેતા 40 વર્ષીય તનવીર અકીલ હાશમીની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે.જોકે તનવીર નામનો આ ઈસમ સુરત જિલ્લાના આજુ બાજુના વિસ્તારમાં આવેલ બંગલો કે ફાર્મ હાઉસ ભાડે લઈ ફિલ્મ શૂટિંગ કરતો હતો.

આ પણ વાંચો :  સુરત : KTM બાઇક ફૂલસ્પીડે કાર સાથે ધડાકાભેર અથડાઈ, બે યુવકોનાં કરૂણ મોત, ઝડપની મજા, મોતની સજા બની

મુંબઈ પોલીસે  મુંબઇના મડ આઇલેન્ડ ખાતે પોર્ન મૂવીનું શુટિંગ બાતમી મળતા ઝડપી પાડ્યું હતું. મુંબઈ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી 5ને પકડ્યા હતા. ક્રાઇમબ્રાંચે આ કેસમાં 9 સામે ગુનો નોંધ્યો છે. જોકે પોલીસની તપાસમાં સુરત કનેકશન મળતા મુંબઈ પોલીસે સુરતના આ આ ઈસમની ધરપકડ કરી તેને કોર્ટમાં રજુ કરી રિમાંડ પણ મેળવ્યા છે.

જોકે આ ઈસમ પાસેથી મળી આવેલ પેન ડ્રાઇવ અને લેપટોપમાં ઘણી પોર્ન ફિલ્મો પણ હોવાની શંકા છે. જોકે પોલીસે તનવીરના બેંક ખાતાની પણ તપાસ કરશે. શરૂઆતમાં તનવીર હાશમી મુંબઈમાં બંગલો ભાડે રાખી પોર્ન ફિલ્મ બનાવતો હતો પરંતુ બંગલાનું ભાડુ વધારે હોવાથી તેણે સુરત અને તેના નજીકના જિલ્લાઓમાં વેબ સિરીઝ બનાવવાના નામે ભાડેથી બંગલો લઈ પોર્ન ફિલ્મ બનાવતો હતો જેવી વિગત પોલીસ તપાસ માં બહાર આવી છે.

આ પણ વાંચો : સુરત : યુવતી સાથે દુષ્કર્મના આરોપી લંપટ ભૂવાનો Video થયો Viral, અન્ય ભૂવાઓને ગાળો ભાંડી

જેને લઈને પોલીસ આ કેસમાં તપાસ માટે આગામી દિવસમાં સુરત અને ખાસ કરીને બારડોલી જિલ્લામાં તપાસ માટે આવી શકે એવી આશંકા છે. મુંબઈ, બારડોલી અને સુરતમાં કંઈ જગ્યાએ બંગલો ભાડે લઈ તન્વીર દ્વારા પોર્ન ફિલ્મ બનાવી તે અંગેની તપાસ શરુ કરવામાં આવી છે ત્યારે તન્વીરનો ભાઈ પણ કોરિયોગ્રાફર હોવાની વાત છે. તનવીર ભાટપોરની એક હોટલની બાજુમાં આવેલા એપાર્ટમેન્ટમાં 50થી વધુના સ્ટાફ સાથે રહેતો હતો.
Published by:Jay Mishra
First published: