Home /News /gujarat /

Multibagger Stock: એક વર્ષમાં પૈસા બમણા કરી દીધા, હજી આ શેરની કિંમતમાં 30 ટકા ઉછાળો આવી શકે

Multibagger Stock: એક વર્ષમાં પૈસા બમણા કરી દીધા, હજી આ શેરની કિંમતમાં 30 ટકા ઉછાળો આવી શકે

અગ્રવાલ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન શેર

Multibagger Stock: અગ્રવાલ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન (Agarwal Industrial Corporation) સ્મોલ કેપ કંપની છે. જે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટીક સેગમેન્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહયોગીના રૂપમાં કામ કરી રહી છે. આ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.707.44 કરોડ છે

વધુ જુઓ ...
    Multibagger Stock: સ્મોલ કેપ કંપની અગ્રવાલ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન (Agarwal Industrial Corporation) ના શેરમાં છેલ્લા એક વર્ષમાં 119 ટકા ઉછાળો આવ્યો છે. કંપનીના નાણાકીય વર્ષ 2022ના ચોથા ક્વાર્ટરમાં ખૂબ જ શાનદાર પરિણામ મળ્યું હતું. આ કારણોસર આ શેરમાં (Agarwal Industrial Corporation share price) તેજી આવવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

    અગ્રવાલ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન સ્મોલ કેપ કંપની છે. જે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટીક સેગમેન્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહયોગીના રૂપમાં કામ કરી રહી છે. આ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.707.44 કરોડ છે. અગ્રવાલ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન કંપનીના સ્ટોકનો 52 વીક હાઈ રૂ.730.95 અને 52 વીક લો રૂ.233.15 છે. આ સ્ટોક 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરથી 26 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે.

    એક વર્ષમાં બમણું રિટર્ન આપ્યું

    અગ્રવાલ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનના શેરે એક વર્ષમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એક વર્ષ પહેલા 8 જૂન 2021ના રોજ આ શેરની કિંમત રૂ.245.15 હતી. આ પ્રકારે આ શેરે એક વર્ષમાં રોકાણકારોને 118.97 ટકા રિટર્ન આપ્યું છે. આ શેરમાં બે વર્ષની અંદર 700 ટકાનો ઉછાળો આવ્યો છે. વર્ષ 2022માં આ સ્ટોકે અત્યાર સુધીમાં રોકાણકારોને 33.13 ટકા રિટર્ન આપ્યું છે. આ પ્રકારે આ શેરે રોકાણકારોને છેલ્લા 6 મહિનામાં આ શેરે 15.76 ટકા નફો કરાવ્યો છે.

    આ પણ વાંચોLIC Stock : રોકાણકારોનું ચોથા ભાગનું રોકાણ ખાઈ ગયો LICનો શેર, 720 રૂપિયાની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો, હવે શું કરવું?

    હેમ સિક્યોરિટીઝે બાય રેટીંગ આપ્યું

    Moneycontrol.com ના રિપોર્ટ અનુસાર બ્રોકરેજ ફર્મ હેમ સિક્યોરિટીઝે (Hem Securities) અગ્રવાલ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનને બાય રેટીંગ આપ્યું છે. બ્રોકરેજે આ શેરની ટાર્ગેટ પ્રાઈસ રૂ.705 નક્કી કરી છે. આ ટાર્ગેટ પ્રાઈસ શેરની વર્તમાન કિંમત કરતા 35 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2022માં અગ્રવાલ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ મજબૂત થઈ છે. કંપનીના કારોબારમાં આ નાણાકીય વર્ષમાં 77 ટકાની વૃદ્ધિ થઈ છે. કંપનીના નફામાં 48 ટકાનો ઉછાળો આવ્યો છે અને 106 કરોડ રૂપિયા થઈ ગયો છે. વર્ષ 2021ની સરખામણીએ વર્ષ 2022માં કંપનીના દેવામાં ઘટાડો થયો છે.

    (Disclaimer- અહીંયા જણાવેલ તમામ માહિતી સ્ટોક્સ બ્રોકરેજ હાઇસીઝની સલાહ પર આધારિત છે. જો તમે આ સ્ટોકમાં રોકાણ કરવા ઈચ્છો છો તો તે પહેલા સર્ટીફાઈડ ઈન્વેસ્ટમેન્ટ સલાહકારની સલાહ જરૂરથી લેવી. જો તમને કોઈપણ પ્રકારનું લાભ કે નુકસાન થાય છે, તો તે માટે News18 જવાબદાર નહીં રહે)
    Published by:kiran mehta
    First published:

    Tags: Business news, MultiBaggar Stock, Multibggar Stock

    આગામી સમાચાર